અકસ્માત:ગણપતિ જોવા માટે નીકળેલા યુવકોનું બાઇક ડિવાઇડરમાં ભટકાતાં 2નાં મોત

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દાંડિયાબજાર પાસે મોડી રાત્રે અકસ્માત; ત્રીજા યુવકને સામાન્ય ઇજાઓ પહોંચી

ત્રણ યુવક શહેરમાં ગણપતિ જોવા માટે બાઇક પર નીકળ્યા હતા અને તેમનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે યુવકના મોત થયા હતા અને એકને ઇંજા પહોંચી હતી.શહેરના સમા વિસ્તારમાં આવેલી અભિલાષા સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મિલન બારિયા 16 વર્ષીય મિત્ર હર્ષ ગોહિલ અને ત્રીજા મિત્ર અભી સાથે બાઈક પર ગણપતિ જોવા માટે નીકળ્યા હતા. દાંડિયા બજાર નજીક રાત્રે 10:15 વાગ્યાના અરસામાં તેમનું બાઇક ડિવાઇડર સાથે અથડાતાં બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સયાજી હોસ્પિટલમાં ખસેડાતા મિલન અને હર્ષનું મોત નીપજ્યું હતું.

જ્યારે ત્રીજા યુવાન અભીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે રાવપુરા પોલીસના જણાવ્યા મુજબ બંને યુવક બાઈક પર અકોટાથી દાંડિયા બજાર તરફ આવી રહ્યા હતા, ત્યારે અચાનક કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હતો. જ્યારે મિલન બારિયાના સ્વજનોએ જણાવ્યા મુજબ મિલનના પિતા કડિયા કામ કરે છે અને તેનો મોટો ભાઈ પણ છે.

હર્ષ 16 વર્ષનો હતો
હર્ષના પરિવારજનોએ જણાવ્યા મુજબ તેમની સાથે ગયેલો ત્રીજો યુવાન અભી કોણ છે તે તેઓ જાણતાં નથી. હર્ષના પિતાનું 3 વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. હર્ષ દસમા ધોરણમાં જીવન ચેતના સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...