તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:હાથીખાના પટેલ ફળિયામાં બે યુવક પર ચાકુ વડે ઘાતકી હુમલો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી એક આરોપીને ઝડપી પાડ્યો

શહેરના હાથીખાના પટેલ ફળીયાના નાકે શનિવારે રાત્રે યુવકો વચ્ચેના ઝઘડામાં ચાર શખ્સોએ 2 યુવક પર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી.

હાથીખાનામાં રહેતા એહતેશામ હસમુદ્દીન સૈયદે સિટી પોલીસમાં અલ્હાજ શરીફમિયાં શેખ તથા આદિલ મેમણ, અલીફ મેમણ અને અફજલ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી કે શનિવારે રાત્રે તેના મિત્ર બાસીત સાથે પટેલ ફળીયાના નાકે બેઠો હતો ત્યારે અલ્હાજ અને આદિલ આવ્યા હતા અને જોરથી અપશબ્દો બોલ્યા હતા જેથી તેમણે તે બંનેને અપશબ્દો બોલવાની ના પાડતાં બંનેએ ઉગ્ર ઝઘડો કર્યો હતો અલ્હાજે બાસીતને ડાબા હાથના ખભા ના પાછળના ભાગે ચાકુ માર્યું હતું જયારે આદિલે એહતેશામને જમણા હાથના ખભાના પાછળના ભાગે ચાકુનો ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી. લોકો ભેગા થઇ જતાં ચારેય જણા ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત બંને યુવકને સારવાર માટે લઇ જવાયા હતા. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોધી અલ્હાજને ઝડપી પાડયો હતો અન્ય આરોપીઓની શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...