• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Two Youths Riding On A Bike Were Hit On The Road By A Municipal Vehicle And Were Rushed To Hospital In A Bloody Condition In Vadodara

અકસ્માત:વડોદરામાં પાલિકાની ગાડીએ અડફેટે લેતા બાઇક પર સવાર બે યુવાન રોડ પર પટકાયા, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા

વડોદરાએક મહિનો પહેલા
પાલિકાની રોડ ઉપરના ડિવાઇડર સાફ કરવાની ગાડીએ બાઇકને અડફેટમાં લીધી હતી
  • માતેલા સાંઢની જેમ વાહનો દોડાવતા પાલિકાની ગાડીઓના ડ્રાઇવરો સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો

વડોદરા શહેરના જુના પાદરા રોડ પર પાલિકાની રોડ ઉપરના ડિવાઇડર સાફ કરવાની ગાડીએ બાઇકને અડફેટમાં લીધી હતી. કોર્પોરેશનની ગાડીની અડફેટમાં બાઇક અડફેટે આવતા ચાલક સહિત બે યુવાનો રોડ ઉપર પટકાયા હતા. જેમાં બંને યુવાનો લોહીલુહાણ થઇ ગયા હતા. આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ઓટો રિક્ષામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

બંને લોહીલુહાણ થઇ ગયા
વડોદરા મહાનગરપાલિકાની રોડ ઉપરના ડિવાઇડરની ગાડી રોજરોજ ડિવાઇડરની સફાઇ કરે છે. આજે આ ગાડી જુના પાદરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. દરમિયાન પસાર થઇ રહેલી બાઇકને અડફેટે લીધી હતી. બાઇકને ટક્કર વાગતા જ બે યુવાન રોડ ઉપર પટકાયા હતા અને બંને લોહીલુહાણ થઇ ગયા હતા. ઘટના સ્થળે લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. આ બનાવ બનતા જ લોકો દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ જેપી રોડ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.

માતેલા સાંઢની જેમ વાહનો દોડાવતા પાલિકાની ગાડીઓના ડ્રાઇવરો સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
માતેલા સાંઢની જેમ વાહનો દોડાવતા પાલિકાની ગાડીઓના ડ્રાઇવરો સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો

સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો
આ બનાવ બનતા દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઇ જવા માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ, 108 સમયસર ન આવતા લોકોએ ઇજાગ્રસ્તોને ઓટો રિક્ષામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી. જોકે, રોડ ઉપર માતેલા સાંઢની જેમ વાહનો દોડાવતા પાલિકાની ગાડીઓના ડ્રાઇવરો સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો.

બંને યુવાનો લોહીલુહાણ થઇ ગયા હતા
બંને યુવાનો લોહીલુહાણ થઇ ગયા હતા

ટ્રાફિક વ્યવહાર ખોરવાયો
જુના પાદરા રોડ ઉપર બનેલા આ બનાવના પગલે રોડ ઉપરનો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. જોકે, પોલીસ આવી પહોંચતા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ગુરૂવારે વડોદરા નજીક જામ્બુવા બ્રિજ ઉપર ટ્રકની અડફેટમાં બાઇક સવાર બે યુવાનો અડફેટે આવી જતા મોતને ભેટ્યા હતા. આજે જુના પાદરા રોડ ઉપર બાઇક સવાર બે યુવાનો સફાઇ ગાડીની અડફેટમાં આવી જતાં લોહી લુહાણ થયા હતા.

ઇજાગ્રસ્તોને ઓટો રિક્ષામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
ઇજાગ્રસ્તોને ઓટો રિક્ષામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...