ધોળે દિવસે લૂંટ:વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ટુ-વ્હીલર પર આવેલા બે યુવાનોએ સાઇકલ ચાલકને રોકીને 5 હજારની લૂંટ ચલાવી,લૂંટારૂ ઝડપાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા પકડાયેલા સ્કૂટર પર કમળનું નિશાન પણ હતું. - Divya Bhaskar
પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા પકડાયેલા સ્કૂટર પર કમળનું નિશાન પણ હતું.
  • પોલીસે સાઇકલ ચાલકને લૂંટી જનાર બે યુવાનોને ઝડપી લીધા, આરોપીના સ્કૂટર પર કમળનું નિશાન હતું

વડોદરાના કારેલીબાગમાં આર્યકન્યા વિદ્યાલય પાસેથી સાઇકલ લઇને પસાર થઇ રહેલા વ્યક્તિને ટુ-વ્હીલર પર બે યુવાનોએ ફેટ પકડી ખિસ્સામાંથી જબરજસ્તી રૂપિયા 5000 કાઢી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. પોલીસે સાઇકલ ચાલકને લૂંટી જનાર અજાણ્યા બે યુવાનો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી બન્નેને ઝડપી લીધા હતાં.

બપોરે દોઢ વાગ્યે લૂંટ થઇ
વડોદરાના કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, કારેલીબાગ વિસ્તારમાં આવેલી તુલસીવાડીમાં મકાન નં-150માં વિશાલભાઇ અંબાલાલ સોલંકી પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવરે બપોરે 1:30 વાગ્યાના સુમારે તેઓ પોતાની સાઇકલ પર કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસેથી પસાર થઇ રહ્યા હતા.

ટુ-વ્હીલર પર બેસી બંને લૂંટારુ યુવાન ફરાર થઇ ગયા
દરમિયાન ટુ-વ્હીલર સવાર 25થી 30 વર્ષના બે યુવાનો સાઇકલ લઇને પસાર થઇ રહેલા વિશાલભાઇ સોલંકી પાસે ધસી આવ્યા હતા અને વિશાલભાઇ સોલંકીને સાઇકલ રોકવા માટે જણાવ્યું હતું. વિશાલભાઇએ સાઇકલ રોકતા જ ટુ-વ્હીલર સવાર બે યુવાનો પૈકી એક નીચે ઉતર્યો હતો અને વિશાલભાઇ કંઇ સમજે તે પહેલાં તેઓના ખિસ્સામાંથી રૂપિયા 5000 કાઢી લૂંટ ચલાવી સાથી યુવાનની ટુ-વ્હીલર ઉપર બેસી બંને લૂંટારુ યુવાન ફરાર થઇ ગયા હતા.બાદમાં ફરાર થયેલા પોલીસે લૂંટારા ફૈઝલ ઘાંચી અને ફિરોઝ વોરાની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...