તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકસ્મિક બનાવ:રૂમમાં તાપણું સળગાવીને સૂઈ ગયેલા 2 યુવકનાં મોત, રણોલીની ઓરીએન્ટલ કંપનીમાં બનેલો બનાવ

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ગૂંગળામણથી મોત થયું હોવાનું પોલીસનું અનુમાન

વડોદરા નજીક રણોલીમાં આવેલી કંપનીના ડાર્ક રૂમમાં તાપણું કરી સૂઈ ગયેલા 2 કારીગરો સવારે મૃત હાલતમાં મળ્યા હતા. બંને ધુમાડાના કારણે મોતને ભેટ્યા હોવાનું પોલીસે અનુમાન લગાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. રણોલીમાં ઓરીએન્ટલ કંપનીમાં વેસલ (આયર્ન ટેન્ક) બનાવાય છે. મૂળ બિહારના શિવરાજપુરનો અને રણોલી ગામમાં રહેતો સુજીતકુમાર સિંધ અને મૂળ ઉત્તરપ્રદેશના આંબેડકરનગરનો અને રણોલી ગામમાં રહેતો નીરજકુમાર નિશાદ ઓરીએન્ટલ કંપનીમાં કારીગર તરીકે નોકરી કરતા હતા.

ગુરુવારે રાતે તેઓ તાપણું લઈ કંપનીના ડાર્કરૂમમાં સૂવા ગયા હતા. સવારે સિક્યુરિટી ગાર્ડ તેઓને ઉઠાડવા જતાં રૂમમાંથી ધુમાડો નીકળતો હતો. જ્યાં નીરજકુમાર અને સુજીતકુમાર મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જવાહરનગર પોલીસના જણાવ્યા અનુસાર તાપણાથી થયેલા ધુમાડાના કારણે બંને મોત નિપજ્યાં હોઈ શકે છે. મૃતક સુજીતકુમારની ઉંમર 17 વર્ષ અને 5 મહિના હોવાથી કંપનીના સંચાલકોની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો