વડોદરા / કારનું ટાયર ફાટ્યા બાદ અડફેટે આવેલા બાઈક સવાર બે યુવાનના મોત

પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો
X

  • ઘાઘરેટીયા ગામના બે યુવાનના મોત નીપજ્યા
  • રક્ષાબંધન પૂર્વે બે યુવાનોના મોતથી ગમગીની

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 04:10 PM IST

વડોદરા. શહેર નજીક હાઇવે ઉપર કપુરાઇ બ્રિજ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. કારનું ટાયર ફાટતાં કાર ચાલકે બાઈકને અડફેટમાં લીધી હતી. આ બનાવમાં બાઇક સવાર બે યુવાનોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા.

કપુરાઇ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો
વડોદરા નજીક આવેલા ઘાઘરેટીયા ગામનો ચંદ્રેશ તડવી (ઉ.વ.35) એક યુવાનને બાઇક ઉપર બેસાડીને તરસાલી કામ માટે નીકળ્યો હતો. દરમિયાન કપુરાઇ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. આ બનાવ બનતા ચંદ્રેશના પરિવાર સહિત લોકો દોડી આવ્યા હતા. સ્થળ ઉપર પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. રક્ષાબંધન પૂર્વે બે યુવાનોના નીપજેલા મોતે ઘાઘરેટીયા ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી