• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Two Years Later, The Number Of Dengue Cases Exceeded One Thousand, 33 New Patients Were Found, In The Year 2019, 1024 Cases Of Dengue Were Reported In The City.

તંત્રને હંફાવતો રોગચાળો:બે વર્ષ બાદ ડેન્ગ્યૂના કેસની સંખ્યાએે એક હજારનો આંક વટાવ્યો,નવા 33 દર્દી મળ્યાં, વર્ષ 2019માં શહેરમાં ડેન્ગ્યૂના 1024 કેસ નોંધાયા હતા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચિકનગુનિયાના 19 કેસ, મલેરિયા, કમળો અને ટાઇફોઇડના 1-1 કેસ નોંધાયા

શહેરને રોગચાળાએ પોતાના ભરડામાં લીધું છે. બુધવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુના 33 નવા કેસ મળતા કુલ અાંક 1024 થયો છે. વર્ષ 2019માં ડેન્ગ્યૂના કેસ અેક હજારને પાર થયા હતા. 2 વર્ષ બાદ ફરી અાવી સ્થિતિ સર્જાઇ છે. જ્યારે ચિકનગુનિયાના પણ 19 નવા દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બુધવારે એક જ દિવસમાં તાવના 408 અને ઝાડા ઉલ્ટીના 85 કેસ પાલિકાના ચોપડે નોંધાયા છે.

બુધવારે ઝાડા ઉલ્ટીના 85 કેસ સામે આવ્યા હતા. શહેરમાં પાણીજન્ય રોગોના કારણે 149 લોકોને તાવ હોવાનું સામે આવ્યુ હતું. જ્યારે બીજી તરફ મચ્છરજન્ય રોગોના કારણે 259 લોકો બીમાર પડ્યા હતા. બુધવારે સવાદ વિસ્તારમાં એક મલેરિયા, પંચવટીમાં એક કમળાનો અને રામદેવનગરમાં એક ટાઇફોઇડનો કેસ નોંધાયો છે.

રોગચાળા માટે મેયરે બેઠક બોલાવી
શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે જ્યારે મોડે મોડે પણ પાલિકાનું તંત્ર જાગ્યું છે અને હવે જો તમારા ઘરે બીજી વખત ચોખ્ખા પાણીમાં મચ્છરના પોરા મળે તો નોટિસ આપવાનું નક્કી કર્યું છે.શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકતા મેયર કેયુર રોકડીયાએ અધિકારીઓ સાથે બેઠક કરી ફોગીંગ, સ્વચ્છતા, સફાઈ, પાણીનો નિકાલ, દવા છંટકાવ સહિતની ઝુંબેશ સ્વરૂપે ઘનિષ્ઠ કામગીરી કરવા કહ્યું હતું. ખુલ્લા પ્લોટમાં પાણી ભરાયા હોય ત્યાં નિકાલ કરી દવા અને પાઉડરનો છંટકાવ કરવા અને ઇજનેરી વિભાગ સાથે સંકલન કરીને આ કાર્ય કરવા કહેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...