વડોદરાના સમાચાર:20થી વધુ રોમિયો ઝડપનાર બે મહિલા કોન્સ્ટેબલ કોપ ઓફ ધ મન્થ, હેરિટેજ મેરેથોન માટે 4થી 6 જાન્યુઆરી કીટ વિતરણ યોજાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના સયાજીંગજ પોલીસ સ્ટેશનની શી ટીમમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ જાગૃતિબેન ભરતભાઇ તથા મિત્તલબેન કાંતીલાલને વડોદરાના પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા કોપ ઓફ ધ મન્થ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. બંનેએ છેલ્લા એક વર્ષમાં 22 સફળ ટપોરી ડિકોઇ કરી મહિલાઓની છેડતી કરનાર ટપોરીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરની શી ટીમ દ્વારા એક વર્ષમાં 94 સફળ ડિકોઇ કરી કુલ 116 ટપોરીઓને ઝડપી લીધા છે.

સૌથી મોટી હેરિટેજ વડોદરા મેરેથોનના દોડવીરો માટે કીટ એક્સ્પો 4 થી 6 જાન્યુઆરીયોજાશે
વડોદરા મેરેથોનની 10મી આવૃત્તિ 8મી જાન્યુઆરી 2023 રવિવારના રોજ યોજાનાર છે જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. મેરેથોનમાં ભાગ લેનાર રજીસ્ટર્ડ દોડવીરો માટે મેરેથોન કીટ નું વિતરણ "કીટ એક્સ્પો 2023" આગામી 4 જાન્યુઆરી થી 6 જાન્યુઆરી દરમિયાન ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ ખાતે બપોર ના 3 વાગ્યા થી 7 વાગ્યા દરમિયાન યોજાશે. આ સમય દરમિયાન વડોદરા મેરેથોન માટે રજીસ્ટર્ડ થયેલા દોડવીરો પોતાના જરૂરી દસ્તાવેજો સાથે રાખી પોતાની કીટ મેળવી શકશે. આ ત્રણ દિવસ દરમિયાન લગભગ એક લાખ જેટલી મેરેથોન કીટ નું વિતરણ કરવામાં આવશે.

ડો. મંજૂલા સુબ્રમણ્યમને સરકારના વરિષ્ઠ અધિકારીઓ પુષ્પાંજલિ અર્પી
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડો. મંજૂલા સુબ્રમણ્યમનું વડોદરા ખાતે અવસાન થતાં કલેકટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાની, શાહમીના હુસેન, જયપ્રકાશ શિવહરે જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ. એસ. પટેલ સહિતના અધિકારીઓએ તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત એચ. કે. દાસ, એસ. જગદીશન, એમ. એમ. શ્રીવાસ્તવ, હર્ષા, પી. સી. ઠાકુર સહિતના પ્રવર્તમાન અને નિવૃત્ત અધિકારીઓએ અંત્યેષ્ટિ સંસ્કાર વેળાએ ઉપસ્થિત રહી અય્યર-સુબ્રમણ્યમ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...