વડોદરામાં દારૂનું દૂષણ:બે મહિલાઓએ પોલીસ બોલાવી દારૂડિયા પતિને પકડાવ્યા, એક મહિલાએ દારૂ પીને ધમાલ કરતા સસરાને પોલીસને સોંપ્યો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાપોદ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
બાપોદ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • પોલીસે દારૂ પીધેલા આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરામાં દારૂનું દૂષણ વધતા હવે પરિવારજનો જ દારૂ પીધેલાઓને પોલીસમાં ફોન કરી પકડાવી દેતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કોઇ દારુડિયા પતિ તો કોઇ દારુડિયા સસરાને પકડાવી રહ્યું છે.

દારૂ પીને ધમાલ કરતા સસરાને પકડાવ્યો
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી કે, એકતાનગર પોલીસ ચોકી પાસે મારો પતિ દારૂ પીને ઝઘડો કરે છે. જેથી મહિલા પોલીસને સાથે રાખી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં દારૂ પીધેલી હાલતમાં મહિલાના પતિ અબ્દુલહરીપ અબ્લુકાદર શેખ (રહે. એકતાનગર પોલીસ ચોકી પાસે)ની ધરપકડ કરી હતી. આ વિસ્તારમાંથી જ અન્ય એક દારૂ પીધેલા ઇસમ જાકીરભાઇ અહેમદભાઇ પઠાણને પણ પોલીસે ઝડપી લીધો હતો. બાપોદમાં જ એક વ્યક્તિએ ફોન કરી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી કિશનવાડી રાજરત્નની પોળમાં મારા સસરા દારૂ પીને ધમાલ કરે છે. જેને આધારે પોલીસે દારૂ પીધેલા વિનોદભાઇ સનાભાઇ માછીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી હતી.

સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દારૂડિયા પતિને પકડાવ્યો
એક મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જણાવ્યું હતું કે સરસિયા તળાવ બગીચા પાસે મારો પતિ દારૂ પીને ધમાલ કરે છે. જેના આધારે પોલીસે દારૂના નશામાં ચૂર પ્રકાશ રમણભાઇ દેવપૂજક (રહે. સરસિયા તળાવ પાસે, વડોદરા)ની ધરપકડ કરી હતી. આ સિવાય ફતેગંજ વિસ્તારમાંથી પણ સાકીર હુસેન ઉર્ફે મુન્નો જવરૂદ્દીન શેખ (રહે. નવાયાર્ડ, વડોદરા)ને દારૂના નશાની હાલતમાં પકડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...