તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીલઝડપના દ્રશ્યો CCTVમાં કેદ:વડોદરાના સાવલીમાં SBIમાંથી નીકળેલા બહાર ખેડૂતની નજર ચૂકવીને 1.40 લાખ રૂપિયા લઇને 2 મહિલા ફરાર

વડોદરા21 દિવસ પહેલા
ખેતીના કામ માટે રૂપિયા 1.40 લાખ ઉપાડીને ઘરે જઇ રહેલા ખેડૂતની નજર ચૂકવીને મહિલા ટોળકી ખેડૂતે ઉપાડેલા નાણાંની ચીલઝડપ કરીને રફૂચક્કર થઇ ગઇ
  • સાવલી પોલીસે CCTV ફૂટેજના આધારે બે મહિલાઓની શોધખોળ શરૂ કરી

વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ખેતીના કામ માટે રૂપિયા 1.40 લાખ ઉપાડીને ઘરે જઇ રહેલા ખેડૂતની નજર ચૂકવીને મહિલા ટોળકી ખેડૂતે ઉપાડેલા નાણાંની ચીલઝડપ કરીને રફૂચક્કર થઇ ગઇ હતી. SBIના કમ્પાઉન્ડમાં જ બનેલી ચીલઝડપની આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી દીધી હતી. સાવલી પોલીસે ખેડૂતની ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ઠગ મહિલા ટોળકીએ દવાખાનું ક્યાં છે, પૂછીને ચીલઝલપ કરી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જુના શિહોરા ગામમાં રહેતા ભગવાનસિંહ સુખાભાઇ પરમાર સાવલી SBIમાં નાણાં ઉપાડવા માટે આવ્યા હતા. ખેડૂત ભગવાનસિંહે બેંકમાંથી રૂપિયા 1.40 લાખ ઉપાડીને બેંકના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી બાઇક પર બેસવા માટે જતા હતા. દરમિયાન બે મહિલાઓ ધસી આવી હતી. ફાઇલ લઇને આવેલી મહિલાઓએ ખેડૂતને દવાખાનું ક્યાં આવ્યું છે તેમ પૂછ્યું હતું. ખેડૂત વધુ વાતચીત કરે તે પહેલાં જ ઠગ મહિલા ટોળકી તેઓની નજર ચૂકવીને તેમના થેલામાંથી બેંકમાંથી ઉપાડેલા રૂપિયા 1.40 લાખ ઉપાડી રવાના થઇ ગઇ હતી.

સાવલી પોલીસે CCTV ફૂટેજના આધારે બે મહિલાઓની શોધખોળ શરૂ કરી
સાવલી પોલીસે CCTV ફૂટેજના આધારે બે મહિલાઓની શોધખોળ શરૂ કરી

ખેતીની સિઝન શરૂ થઇ હોવાથી ખેડૂત બેંકમાં નાણાં ઉપાડવા આવ્યા હતા
ખેડૂત ભગવાનસિંહ પરમારે જણાવ્યું હતું કે, હું સાવલી તાલુકાના જુના શિહોરા ગામમાં રહું છું. ખેતીની સિઝન શરૂ થઇ હોવાથી સાવલીમાં આવેલી SBIમાં નાણાં ઉપાડવા માટે આવ્યો હતો. નાણાં ઉપાડીને ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન મહિલા ટોળકી ફાઇલ લઇને આવી પહોંચી હતી અને દવાખાનું ક્યાં આવેલું છે, તેમ પૂછી નજર ચૂકવી બેંકમાંથી ઉપાડેલા 1.40 રૂપિયા લાખ લઇને રફૂચક્કર થઇ ગઇ હતી.

થેલામાંથી બેંકમાંથી ઉપાડેલા રૂપિયા 1.40 લાખ ઉપાડી રવાના થઇ ગઇ
થેલામાંથી બેંકમાંથી ઉપાડેલા રૂપિયા 1.40 લાખ ઉપાડી રવાના થઇ ગઇ

પોલીસે CCTV ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી
1.40 લાખ રૂપિયા ગુમાવનાર ખેડૂત ભગવાનસિંહે આ અંગેની ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સાવલી પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે અજાણી મહિલા ટોળકી સામે ગુનો દાખલ કર્યો હતો. તે સાથે પોલીસે SBIની બહાર લગાવવામાં આવેલા CCTV ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી. સાવલીમાં આજે SBIની બહાર કમ્પાઉન્ડના પાર્કિંગમાં બનેલી ચીલઝડપની ઘટનાએ ચકચાર જગાવી મૂકી હતી.

ખેતીની સિઝન શરૂ થઇ હોવાથી ખેડૂત સાવલીમાં આવેલી SBIમાં નાણાં ઉપાડવા માટે ગયા હતા
ખેતીની સિઝન શરૂ થઇ હોવાથી ખેડૂત સાવલીમાં આવેલી SBIમાં નાણાં ઉપાડવા માટે ગયા હતા
અન્ય સમાચારો પણ છે...