તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકમાં અવરોધ:પદ્માવતી શોપિંગના રોડ પરથી એક ટ્રક ભરીને ટુ વ્હીલર કબજે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ પાર્કિંગ સામે પાલિકાનો સપાટો

શહેરની મધ્યમાં આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટરના રોડ પર ટ્રાફિકમાં અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક થઇ રહ્યા છે ત્યારે પાલિકાએ સપાટો બોલાવીને એક ટ્રક ભરાય તેટલા ટુ વ્હીલર કબજે લીધા હતા. શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે ખરીદી કરવા આવતા લોકો રસ્તાની વચ્ચોવચ પોતાના વાહનો પાર્ક કરી જતા રહેતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

બુધવારે પાલિકાની દબાણ શાખાની ટીમે વૉર્ડ 1ની ટીમ અને ટ્રાફિક વિભાગને જોડે રાખી રસ્તાને અડચણરૂપ વાહનો જપ્ત કરી દબાણો દુર કર્યા હતા. પદ્માવતી શોપિંગ સેન્ટર વાળો રસ્તો ખુલ્લો રહે અને વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ ઝુંબેશ બુધવારે કરવામાં આવી હતી. એક ટ્રક ભરાય તેટલા ટુ વ્હીલર પાલિકાએ કબજે કર્યા બાદ મોતીબાગ પાસે આવેલી ટ્રાફિક પોલીસની કચેરીમાં વાહનો મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...