અકસ્માતોની વણઝાર:વડોદરાના કારેલીબાગમાં અજાણ્યા વાહનની ટક્કરે ઘાયલ ટુ-વ્હીલર ચાલકનું મોત, સમા અને હરણીમાં બે અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમા-સાવલી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત

વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન પાસે ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારતા ઘાયલ આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે સમા અને હરણી વિસ્તારમાં પણ વાહન અકસ્માતના એક-એક ગુનો નોંધાયા છે.

સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત
વડોદરના કારેલીબાગ વિસ્તારમાં ખાસવાડી સ્મશાન પાસેથી ગત 9 એપ્રિલના રોજ ઇકબાલ અહેમદ મલેક (રહે. અમીનાબીબીની ચાલી, જેતલપુર, વડોદરા) ટુ વ્હીલર લઇને પસાર થઇ રહ્યા હતા. દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાંર આજે તેમનું મૃત્યું થયું હતું.

સમામાં બાઇક કાર પાછળ અથડાઇ
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર નિર્મલકુમાર જશવંતરાજ મહેતા (રહે. 4ડી સ્ક્વેર કોમ્પલેક્ષ, મોટેરા, અમદાવાદ) કાર લઇને પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો બાઇક ચાલક તેમની કારને પાછળથી અથડાયો હતો અને કારને નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ બાઇક ચાલકને પણ ઇજાઓ થઇ હતી. આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ટેમ્પોએ બાઇકને ટક્કર મારી
વડોદરા શહેરના અમીતનગર સર્કલથી બીઆરજી હાઇટ્સની સામે રોડ પર કૃણાલભાઇ કાંતીભાઇ રાજપૂત (રહે. આનંદનગર, કારેલીબાગ, વડોદરાને એક ટેમ્પોના ચાલકે ટક્કર મારી હતી. જેથી કૃણાલભાઇને હાથ, પગ અને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. તેમજ ટેમ્પોનો ચાલક વાહન મુકીને ત્યાથી ફરાર થઇ ગયો હતો. આ અંગે ટેમ્પો ચાલક સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...