તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:વડોદરાના બે યુવાનો નર્મદા કેનાલમાં ડૂબી જતા લાપતા, ફાયર બ્રિગેડે શાધખોળ હાથધરી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બે યુવકોની શોધખોળ જારી. - Divya Bhaskar
ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બે યુવકોની શોધખોળ જારી.

વાઘોડિયા તાલુકાના રામપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં વડોદરાના બે યુવાનો ડૂબી જતા લાપતા થયા હતા. લાપતા થયેલા આ બે યુવાનો સહિત ત્રણ યુવાનો તાડફળીનો ઓર્ડર આપવા માટે ઓટો રિક્ષા લઈને ગયા હતા.

મળેલી માહિતી પ્રમાણે વડોદરાના અટલાદરા પાસે વિનાયકપુરા નજીક રહેતા યુવાનો ભાવેશ પરમાર અને રાકેશ માળી સહિત ત્રણ યુવાનો વર્તમાન ઉનાળાની ઋતુમાં તાડફળીનો વ્યવસાય કરવા માટે વાઘોડિયા તાલુકાના રામપુરા ગામ પાસે તાડફળી નો ઓર્ડર આપવા માટે ગયા હતા. તાડફળી વેચવાનું કામ કરતા પરિવારે દસ દિવસ બાદ તાડફળી લઈ જવા માટે જણાવ્યું હતું. આ ત્રણેય મિત્રો ઓર્ડર આપીને પરત ફરી રહ્યા હતા.

દરમિયાન ભાવેશ રામપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પગ ધોવા માટે ઉતર્યો હતો. પગ લપસી જતાં તે કેનાલના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો. જેને બચાવવા માટે તેનો મિત્ર કાળુભાઈ માળી કેનાલમાં કૂદી પડ્યો હતો. પરંતુ મિત્રની સાથે તે પણ નર્મદાના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો.

દરમિયાન આ બનાવની જાણ અન્ય મિત્રએ વાઘોડિયા પોલીસને કરતાં તુરંત જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તે સાથે સ્થાનિક લોકો પણ કેનાલ પાસે દોડી આવ્યા હતા. નર્મદા કેનાલમાં લાપતા બનેલા યુવાનોની શોધખોળ માટે પોલીસે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે આ બંને યુવાનોને શોધવા માટે એનડીઆરએફની ટીમ ની પણ મદદ લેવામાં આવી રહી હતી. જોકે મોડી રાત સુધી લાપતા થયેલા યુવાનો પત્તો મળ્યો ન હતો. વડોદરા અટલાદરા વિસ્તારના બે યુવાનો નર્મદા કેનાલમાં ડૂબી જવાની ઘટના વાયુવેગે પ્રસરી જતાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો