લૂંટ:વડોદરાના દુમાડ ગામ પાસે બેથી ત્રણ શખસે યુવાનને માર મારીને સોનાની ચેન અને પાકિટની લૂંટ ચલાવી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઇજાગ્રસ્ત યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરાના દુમાડ ગામ પાસે બેથી ત્રણ શખસે યુવાનને માર મારીને સોનાની ચેન તથા પાકિટની લૂંટ ચલાવી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં 108 દ્વારા લાવવામાં આવ્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બેથી ત્રણ શખસે લૂંટ ચલાવી
વડોદરાના આજવા રોડ રઘુકુળ ચોકડી પાસે આવેલી ગોપાલપુરા સોસાયટીમાં રહેતા વિશાલ અંબાલાલ સોલંકી (ઉ.32) મોડી રાત્રે દુમાડ ગામ પાસે આવેલ ચંદુભાઈની શોપની સામે ઠાકોર ફળિયા ખાતે ઉભા હતા. તે વખતે અજાણ્યા બેથી ત્રણ શખસ તેની પાસે આવ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરી પાઇપ વડે મારી તેને પહેરેલી સોનાની બે ચેઈન તથા પાકીટની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

યુવાનને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો
અજાણ્યા લૂટારાના હુમલાનો ભોગ બનેલા વિશાલ સોલંકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને તબીબ સામે પોતાની સાથે બનેલા બનાવની રજૂઆત કરતાં તબીબે તાલુકા પોલીસને લૂંટના બનાવની જાણ કરી હતી. જેથી પોલીસે આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...