અકસ્માત:ટેક્નોલોજી ફેકલ્ટીના 2 વિદ્યાર્થીને ટ્રકના ચાલકે અડફેટે લેતાં ઘાયલ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજવા વોટર પાર્કમાં જતી વેળા રસ્તામાં અકસ્માત સર્જાયો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ટેક્નોલોજી ફેકલ્ટીના 5 વિદ્યાર્થીઓ મંગળવારે સવારે આજવા વોટર પાર્ક જઈ રહ્યા હતા. ત્યારે આજવા રોડ પર ટ્રક ચાલકે ટક્કર મારતાં 2 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

હોસ્પિટલ દ્વારા જાણવા મળેલી વિગત મુજબ ટેક્નોલોજી ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને પંડ્યા બ્રિજ પાસે એમએસ હોસ્ટેલમાં રહેતા મૂળ રાજકોટના વતની ગૌતમ જાની અને હેતન જગડ સહિત 5 વિદ્યાર્થીઓ મંગળવારે સવારે આજવા વોટર પાર્કમાં જવા નીકળ્યા હતા. દરમિયાન આજવા રોડ પાયોનિયર કોલેજ પાસે ટ્રક ચાલકે તેમને અડફેટમાં લેતાં બંને વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સયાજીમાં ખસેડાયા હતા.

GSFC પાસે બાઇકની ટક્કરે વૃદ્ધનું મોત
શહેરના જીએસએફસી બ્રિજ પાસે 9 તારીખે રાત્રે 10 વાગ્યાના અરસામાં ચાલતા જઇ રહેલા 60 વર્ષીય સોમાભાઈ વસાવાને એક ટુ વ્હીલર ચાલકે અડફેટે લેતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મંગળવારે મોત નીપજ્યું હતું. બનાવ અંગે છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...