એજ્યુકેશન:ધો.10 બોર્ડ પરીક્ષામાં ગણિતના બે પ્રશ્નપત્ર, પ્રથમ કસોટીમાં એક

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાનો મહાવરો નહીં મળવાની શકયતા
  • પ્રથમ કસોટીમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત ના બે પ્રશ્નપત્ર તૈયાર કરવા માગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં નવા શૈક્ષણિક સત્રથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત એમ બે વિષય ના પ્રશ્નપત્ર ની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે 2022 ની પરીક્ષા માં આ પ્રકારે પ્રશ્નપત્ર પૂછવાનું છે જોકે આશ્ચર્યજનક રીતે તે પહેલા લેવાનારી પ્રથમ કસોટી માં ગણિતનું માત્ર એક જ પેપર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે શહેરના શિક્ષણવિદ દ્વારા બોર્ડ ને પત્ર લખીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય તે માટે બોર્ડમાં જે પ્રકારે પેપર પૂછવાનું છે તેજ પ્રકારે પ્રથમ કસોટી માં પણ પેપર પૂછવામાં આવે તેવી માગણી કરી છે.

બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા નું સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે જે પ્રમાણે 18 ઓક્ટોબર થી શાળાકીય પ્રથમ કસોટીનો પ્રારંભ થવાનો છે ધોરણ 10માં ચાલુ વર્ષે સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિષય રાખવામાં આવ્યા છે.

જોકે પ્રથમ કસોટી માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર પૂછવાનું નક્કી કરવામાં આવ્યું છે શહેરના શિક્ષણવિદ અને આચાર્ય પરેશ શાહે બોર્ડ તથા શિક્ષણ મંત્રીને પત્ર લખીને માગણી કરી છે કે માર્ચ 2022માં બોર્ડમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ અને બી એમ બે પ્રકારના પ્રશ્નપત્રો આવશે વર્ષ 2001 20 ઓક્ટોબર માસમાં લેવાનારી પ્રથમ સત્ર ની પરીક્ષા માં ફક્ત સ્ટાન્ડર્ડ ગણિત નું પ્રશ્નપત્ર આવશે એવું જણાવવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનું હિત રહેશે કે નવા માળખા પ્રમાણે તેઓએ પસંદ કરેલા ગણિત બેઝિક નો મહાવરો મળે એ જરૂરી છે આથી પ્રથમ સત્ર ની પરીક્ષા માં પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઇને બે અલગ-અલગ પેપર લેવામાં આવે એવી માગણી છે

અન્ય સમાચારો પણ છે...