તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારી ઘટના:વડોદરામાં ગોત્રી તળાવની સફાઈ દરમિયાન એક પુરુષના હાડપિંજરના બે ટુકડા મળતા ચકચાર મચી ગઈ

વડોદરા6 મહિનો પહેલા
ગોત્રી તળાવની સફાઈ દરમિચાન બનેલી ઘટના
  • લોકોમાં આ ઘટનાને લઈને અનેક તર્કવિતર્કો પણ સર્જાયા હતાં

વડોદરા શહેરમાં ગોત્રી તળાવની સફાઈ દરમિયાન એક પુરુષના હાડપિંજરના બે ટુકડા મળતાં ચકચાર મચી જવા પામી હતી. સફાઈ કામદારો પણ હાડપિંજરના ટુકડા જોઈને ચોંકી ઉઠ્યા હતાં.પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં ગોત્રી તળાવની કોર્પોરેશનના સફાઈ કામદારો ગોત્રી તળાવની સફાઈ કરતા હતાં. આ દરમિયાન તળાવના એક કિનારે એક અજાણ્યા પુરુષના હાડપિંજરના બે ભાગ સફાઈ કર્મચારીઓની નજરે પડ્યાં હતાં. જેને જોઈને તમામ કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં. આ બાબત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.

કોર્પોરેટરે પોલીસને જાણ કરી
આ દરમિયાન સફાઈ કર્મચારીઓએ મ્યુનિસિપલ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટને જાણ કરતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યાં હતાં. અને આ અંગેની જાણ તેમણે ગોત્રી પોલીસને કરતાં પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. લોકોમાં આ ઘટનાને લઈને અનેક તર્કવિતર્કો પણ સર્જાયા હતાં.

પોલીસે લાશનો ભેદ ઉકેલવા માટે FSLની મદદ લીધી
પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને લાશનો ભેદ ઉકેલવા માટે FSLની મદદ લીધી હતી. FSLની તપાસ બાદ પોલીસ હાડપિંજરનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોલીસે લાશનો ભેદ ઉકેલવા માટે એફ.એસ.એલ. ની મદદ લીધી હતી. એફ.એસ.એલ.ની તપાસ બાદ પોલીસ હાડપિંજરનો કબજો લઈ પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.આ બનાવ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.