ક્રાઇમ:ટેમ્પોમાં છુપાવીને દારૂ લઈ જતા બે શખ્સ ઝડપાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તરસાલી ચેક પોસ્ટ પરથી પોલીસે દારૂની બોટલો લઈ જતી આઈશર પકડી પાડી હતી. ગાડીમાંથી વ્હીસ્કીની 57 બોટલ અને બીયરના 8 ટીન મળ્યાં હતાં. પોલીસે ગાડી સહિત રૂ.6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મકરપુરા પોલીસને 10 નવેમ્બરે તરસાલી ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન બાતમી મળી હતી કે, દારૂ ભરેલી આઈસર ગાડી તરસાલી ચેક પોસ્ટ પરથી પસાર થવાની છે.

બાતમીથી સવારે 6 વાગે ગાડીને કોર્ડન કરી રોકી હતી. જેમાં ડ્રાઈવર રાહુલ તડવી (રહે-સાંઈધામ પાર્ક, તરસાલી) અને આશિષ તડવી (રહે-સોમાતળાવ) બંને વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી હતી. આઈશર ગાડીની પાછળ તપાસતા તેમાંથી વ્હિસ્કીની 57 બોટલ અને 8 બીયરના ટીન મળ્યા હતાં. જ્યારે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોનેે પહોચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ટેમ્પો સહિત રૂ.6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...