તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં 4 કિલો સોનાની ચોરી:રાજકોટથી આવેલા જ્વેલર્સના 3 કર્મચારીને ચા-નાસ્તો રૂ.2 કરોડમાં પડ્યો, કારનો કાચ તોડી દાગીનાની ચોરી કરીને 2 શખસો ફરાર

વડોદરા3 મહિનો પહેલા
ત્રણ કર્મચારીઓ ચા-નાસ્તો કરવા માટ ઉભા હતા, ત્યારે બાઇક પર આવેલા બે શખસો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા
  • ત્રણ કર્મચારીઓ ચા-નાસ્તો કરવા માટ ઉભા હતા, ત્યારે બાઇક પર આવેલા બે શખસો ચોરી કરીને ફરાર
  • સવારે 11 વાગ્યે ચોરી થયા બાદ સાંજે પોલીસને જાણ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં 2 કરોડની કિંમતના 4 કિલો સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરીને બે બાઇક સવાર ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી હતી. રાજકોટની વી રસિકલાલ જ્વેલર્સ કંપનીના કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું છે.

ચા-નાસ્તો કરવા ઉભા હતા, ત્યારે સોનાના દાગીનાની ચોરી
રાજકોટની વી રસિકલાલ જ્વેલર્સ કંપનીના 3 કર્મચારીઓ દાગીના લઇને માર્કેટિંગ માટે વડોદરા આવ્યા હતા. અને વડોદરા શહેરના જ્વેલર્સના સંપર્કમાં હતા. આ સમયે તેઓ છાણી સર્કલ પાસે ચા-નાસ્તો કરવા માટે ઉભા હતા. ત્યારે બે અજાણ્યા બાઇક સવાર ત્યાં આવી ચડ્યા હતા અને એક શખસે કારનો કાચ તોડીને કાળા કલરની બેગની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. બેગમાં 4 કિલો સોનાના દાગીના હતા. જેની કિંમત 2 કરોડથી વધુ થાય છે. આટલી મોટી માત્રામાં સોનાના દાગીનાની ચોરી થતાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારિયો ઘટના સ્થળે દોડી ગયા હતા.

સવારે 11 વાગ્યે ચોરી થયા બાદ સાંજે પોલીસને જાણ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા
સવારે 11 વાગ્યે ચોરી થયા બાદ સાંજે પોલીસને જાણ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા

સવારે 11 વાગ્યે ચોરી થયા બાદ સાંજે પોલીસને જાણ કરતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા
આ સમગ્ર ઘટના આજે સવારે 11 વાગ્યાની આસપાસ બની બતી. જોકે, પાંચ કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી
પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી

વડોદરાના કેટલાક જ્વેલર્સના સંપર્કમાં પણ હતા
એસીપી પરેશ ભેસાણીયાએ જણાવ્યું હતું કે, વિપુલભાઇ ઢકાણ નામની વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ અને તેમના સહકર્મીઓ છાણી સર્કલ પાસે નાસ્તો કરવા માટે ઉતર્યાં હતા. ત્યારે તેમની કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડ્યા બાદ ડેકી ખોલીને દાગીના ભરેલી બેગ ચોરીને અજાણ્યા શખસો ફરાર થઇ ગયા હતા. આ મામલે અમે તપાસ શરૂ કરી છે. ત્રણેય લોકો વડોદરાની પંચશીલ હોટલમાં રોકાયા છે અને વડોદરામાં સોનાના દાગીનાનું માર્કેટિંગનું કામ કરતા હતા અને વડોદરાના કેટલાક જ્વેલર્સના સંપર્કમાં પણ હતા.

કર્મચારીઓ વડોદરામાં સોનાના દાગીનાનું માર્કેટિંગનું કામ કરતા હતા
કર્મચારીઓ વડોદરામાં સોનાના દાગીનાનું માર્કેટિંગનું કામ કરતા હતા
રાજકોટની વી રસિકલાલ જ્વેલર્સ કંપનીના કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું છે
રાજકોટની વી રસિકલાલ જ્વેલર્સ કંપનીના કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું છે
વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારિયો ઘટના સ્થળે દોડી ગયા હતા
વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારિયો ઘટના સ્થળે દોડી ગયા હતા
અન્ય સમાચારો પણ છે...