તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર મહિનામાં ત્રીજો એસિડ એટેક:અંકલેશ્વરથી કેમિકલ લાવીને ઇંટોલા પાસે વિશ્વામિત્રીમાં ઠાલવતા બે શખ્સ ઝડપાયા

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વિશ્વામિત્રીમાં કેમિકલ ઠાલવતા બે ઝડપાયા. - Divya Bhaskar
વિશ્વામિત્રીમાં કેમિકલ ઠાલવતા બે ઝડપાયા.
 • ગાંધીનગરની CID ક્રાઈમે મધરાતે દરોડો પાડતાં નાસભાગ
 • પોલીસની જીપની લાઇટો જોઇ કેમિકલ કૌભાંડીઓ ભાગી છૂટયા, પીછો કરતાં ટેન્કરચાલક-કલીનર પકડાયા

ઇંટોલા પાસે વિશ્વામિત્રી નદીમાં ટેન્કરમાં પાઇપ લગાવીને કેમિકલ ઠાલવી જમીનને પ્રદુષીત કરાતી હોવાની બાતમથી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે મંગળવારે રાત્રે દોઢ વાગે દરોડો પાડયો હતો. પોલીસની જીપની લાઇટો જોઇ ગયેલા કેમિકલ કૌંભાડીઓ તુરંત જ ભાગી છુટયા હતા. જો કે પોલીસે ટેન્કરના ચાલક અને કિલનરને ઝડપી લીધા હતા. ઇંટોલાના ભાવેશ રબારી સહિત 11 જણા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે 2 ટેન્કર સહિત અંદાજે 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા ડ્રાઇવર અને ક્લીનરની પ્રાથમિક પુછપરછમાં અંકલેશ્વરથી 10 કિમી દુર આવેલી કંપનીમાંથી કેમિકલ ભરીને લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પીઆઇ એમ.કે.સ્વામીને બાતમી મળી હતી કે વડોદરા તાલુકાના ઇંટોલા ગામમાં વિશ્વામિત્રી નદીમાં ઇંટોલાનો ભાવેશ રબારી પ્રોસેસ કર્યા વગરનું કેમિકલ પોતાના ટેન્કરમાં ભરી લાવી વિશ્વામિત્રીમાં ખાલી કરે છે.

જેને પગલે મંગળવારે મધરાતે દરોડો પાડતા પોલીસને જોઇને કૌંભાડીઓ ભાગી છુટયા હતા પણ ટેન્કરનો ડ્રાઇવર મહમદ અસરફ મુફતર અહેમદ શાહ તથા કીલનર ધર્મેન્દ્ર દયારામ યાદવ ઝડપાઇ ગયા હતા. પોલીસે તપાસ કરતાં ટેન્કરમાંથી 24 હજાર લીટર કેમિકલ મળી આવ્યું હતું. આ કેમિકલ અંકલેશ્વરની કઇ કંપનીમાંથી લવાયું હતું તે સહિતના મુદ્દા પર પીઆઇ મનોજ સ્વામીએ તપાસ શરુ કરી હતી. પોલીસે મહમદ અશરફ મુકતર અહેમદ શાહ તથા ધર્મેન્દ્ર દયારામ યાદવ, ટેન્કર લઇને ભાગી ગયેલા ચન્દ્રેશ , ટ્રકનો માલીક તથા ટ્રકનો ચાલક રાજુ, કૌંભાડ ચલાવનાર ઇંટોલાનો ભાવેશ રબારી અને તેના 3 સાગરીતો તથા કંપનીના માલીક અને સંચાલકો મળીને 11 સામે ગુનો નોંધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચાર મહિનામાં ત્રજીવાર વિશ્વામિત્રીમા઼ કેમિકલ વેસ્ટ ઠાલવવાનો કારસો પકડાયો છે. અગાઉ 17 ડિસેમ્બરે વડસરથી એસિડ ઠાલવવાનું કૌભાંડ પકડાયું હતુ઼. જયારે 23 ફેબ્રુઆરીએ કોટંબી પાસે કેમિકલ ઠલવાતા વિશ્વામિત્રીનું પાણી લાલ થઇ ગયું હતું.

અમદાવાદના શખ્સના નેજામાં ભાવેશ રબારી કૌભાંડ ચલાવતો હતો
પોલીસે ટેન્કરના ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત કરી કોરોના ટેસ્ટની કાર્યવાહી શરુ કરી હતી. બંનેને રિમાન્ડ મેળવી કઇ કંપનીમાંથી ઇંટોલાનો ભાવેશ રબારી તેના 3 સાગરીતોની સાથે મળી કેમિકલ ભરી લાવતો હતો તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અમદાવાદના શખ્સના દોરી સંચાર મુજબ ભાવેશ રબારી ઘણા સમયથી આ પ્રકારે કેમિકલ વેસ્ટ ભરી લાવીને વિશ્વામિત્રીમાં ઠાલવતો હોવાનું બહાર આવ્યું છે. ભાવેશ પકડાય ત્યાર બાદ આ કૌંભાડની ચોંકાવનારી માહિતી મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો