તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જામ્બુવામાં જાહેરમાં મૃત ગાયને કાપનાર બે જણ ઝડપાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક યુવકે કંટ્રોલને જાણ કરતાં પોલીસ દોડતી થઇ

જામ્બુવા પાસે ઝાડીઓમાં મૃત ગાયને બે વ્યક્તિઓ દ્વારા કાપવામાં આવતી હોવાના મેસેજથી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે કંટ્રોલ વર્ધીના આધારે સ્થળ પર જઈ મૃત ગાય સાથે બકરાવાડીમાં રહેતા બે વ્યક્તિઓની ઝડપી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

જામ્બુવા જકાતનાકા પાસે આવેલા સનગોલ્ડ કોમ્પ્લેક્સમાં રહેતો મિતેશ બસેરા (ઉ.વ.23) 25 જૂને વિસ્તારમાં જ આવેલા વિરામ-3 એપાર્ટમેન્ટની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં ફરવા નીકળ્યા હતા. તે વખતે ગ્રાઉન્ડની બાજુમાં આવેલી ઝાડીઓમાં બે વ્યક્તિઓ મરી ગયેલી ગાયને કાપી રહ્યા હોવાનું જોઈ યુવકોએ આ અંગે 100 નંબર પર માહિતી આપી હતી.

કંટ્રોલવર્ધી મળતાં જ પોલીસની એક ટીમ સ્થળ પર પહોંચીને મૃત ગાયને જાહેરમાં કાપનાર વિક્રમ બળદેવભાઈ પરમાર (ઉ.વ.32, રહે-નાળિયાવાસ, બકરાવાડી) અને નવીન અંબાલાલ પરમાર (ઉ.વ 40,રહે-બકરાવાડી)ની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં એક પશુપાલક દ્વારા તેની ગાય મરી જતાં સ્લોટર હાઉસમાં ફોન કરીને ગાય લઈ જવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...