તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સારડીયા ગામ પાસે દારૂ ભરીને જઇ રહેલી તુફાને એક્ટિવાને અડફેટે લેતા 2 લોકોના મોત થયા હતા. પોલીસે કારમાંથી 70 હજારની કિંમતનો દારૂ અને બિયરના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગરની ગાડીએ એક્ટિવા ચાલકોને અડફેટે લીધા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ધોળી ગામના નાળિયેરી ફળિયામાં રહેતો મહેન્દ્ર અર્જુન બારીયા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામના દિનેશ નારસિંગ ખાટ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરનો જથ્થો લાવ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઊંડારા પાસે આવેલા આબલિયાત પુલ પાસે ક્રુઝર(તુફાન) ગાડીમાં દારૂનો જથ્થો આપી ગયો હતો. આ ગાડી લઇને આરોપી બુટલેગર મહેન્દ્ર અર્જુન બારીયા બેફિકરાઈથી પુરઝડપે ચલાવીને જતો હતો અને શહેરા તાલુકાના સારડીયા ગામે એક્ટિવાને અડફેટે લેતા તેના પર સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પોલીસે આરોપી બુટલેગરની ધરપકડ કરી
રાત્રિના સમયે અવાજ સાંભળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તો સારવાર અર્થે ગોધરા અને શહેરા દવાખાને લઈ જતા રસ્તામાં જ તેઓનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બીજી તરફ ક્રુઝર ગાડીનો ચાલક આરોપી બુટલેગર મહેન્દ્ર અર્જુન બારીયા ગ્રામજનોના હાથે ઝડપાઇ જતા ગ્રામજનોએ શહેરા પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પી.આઈ. એમ.આર. નકુમ તેમજ અન્ય પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ક્રુઝર ગાડીના ચાલકની ધરપકડ કરી હતી.
વિદેશી દારૂ અને બીયરનો 70,032 રૂપિયાની કિંમતનો જથ્થો મળી આવ્યો
ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો 70,032 રૂપિયાની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો અને ક્રુઝર ગાડી પણ જપ્ત કરી હતી. દારૂ અને ગાડી મળીને કુલ 4 લાખ 20 હજારનો મુદ્દામાલ કબજે લઈને આરોપીની ધરપકડ કરી હતી. શહેરા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો હતો અને દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામના દિનેશ નાનસિંગ ખાટને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે અને પોલીસે બન્ને સ્વરૂપભાઈ કાળુભાઇ બારીયા અને અભેસિંહ દિપસિંહ પગીના મૃતદેહને ગોધરા અને શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.