પાલિકાની સ્માર્ટનેસ:એક જ રસ્તે બે ઓવરબ્રિજ બનાવશે, અગાઉ સરદાર એસ્ટેટથી વૃંદાવન સુધીનો બ્રિજ બનાવવાનો હતો

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હવે સરદાર એસ્ટેટ અને વૃંદાવન ચાર રસ્તા પર બ્રિજ બનશે

શહેરમાં વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખી 6 જંકશન પર બ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી અન્વયે સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી સળંગ ઓવરબ્રિજ બનાવવા માટેનું આયોજન હતું. પરંતુ હવે બે અલગ અલગ બ્રિજ બનાવવા અંગેની દરખાસ્ત સ્થાયી સમક્ષ મંજૂરી હેતુ રજૂ કરવામાં આવી છે.શહેરમાં વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન પણ જટિલ બની રહ્યો છે. રાજ્ય સરકારે રાજ્યમાં કુલ 75 ફલાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન વર્ષ 2019-20માં હાથ ધર્યું હતું .

જેના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકામાં 6 જંક્શન પર ફલાયઓવર બનાવવાની દરખાસ્તને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી મંજુરી મળી છે. જે પૈકી સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે અંદાજે રૂ. 55.39 કરોડ, વૃંદાવન ચાર રસ્તા અંદાજે રૂ. 56.74 કરોડના ખર્ચનું આયોજન હતું. અગાઉ પાલિકાની મળેલી સંકલનની બેઠકમાં સરદાર એસ્ટેટ જંક્શનથી વૃંદાવન જંક્શન વચ્ચે સળંગ ફલાય ઓવર બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. તે માટે રૂ. 130 કરોડનો અંદાજીત ખર્ચ રજૂ કર્યો હતો.

જે અંગેના ડીપીઆરની ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ હતી. સરકારે નવા એસઓઆર મુજબ રૂ. 91 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જ્યારે બાકીના રૂ.27 કરોડ રાજ્ય સરકાર અથવા વડોદરા કોર્પોરેશન ચૂકવશે. જોકે હવે બંને અલગ-અલગ બ્રિજ બનાવવા અંગેનું કામ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે.

15 કલાકમાં 97 હજાર, વૃંદાવન ચોકડી પરથી 1.18 લાખ વાહનો પસાર થાય છે
વર્ષ 2020માં સરદાર એસ્ટેટ સર્કલ પરથી રોજના 15 કલાકમાં 97,502 વાહનો પસાર થયા હતાં. વર્ષ 2025 1.48 લાખ પર આંક પહોંચશે. 2030માં 2.22 લાખ થશે. તેજ રીતે વૃંદાવન ચોકડી પર 2020માં રોજના 15 કલાકમાં 1.18 લાખ વાહનો પસાર થતાં હતા જે વર્ષ 2025 સુધીમાં 1.80 લાખ અને 2030 સુધીમાં 2.71 લાખ થશે.

અન્ય સમાચારો પણ છે...