તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:બ્રિટનથી વડોદરા આવેલા પ્રવાસીના સંપર્કમાં આવનાર વધુ બે વ્યક્તિઓ કોરોના પોઝિટિવ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અગાઉના 2 અને નવા 2 દર્દીને ગોત્રીની હોિસ્પટલમાં ખાસ ઓબ્ઝર્વેશનમાં રખાયા

કોરોના મહામારીમાં યુકેમાં કોરોનાની નવી સ્ટ્રેઇન સામે આવતાં સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા ફેલાઈ છે. બ્રિટનથી વડોદરા આવેલા બે પ્રવાસીના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આ દર્દીઓના સંપર્કમાં આવેલા વધુ બે વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવતાં તેઓની ગોત્રીની હોસ્પિટલમાં સારવાર સાથે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. બ્રિટનથી ભારત આવેલા લોકોના ટેસ્ટિંગ દરમ્યાન કેટલાક વ્યક્તિઓના કેસ પોઝિટિવ આવતા તેઓના નમુના પૂણે તપાસ અર્થે મોકલાયાછે. તંત્ર દ્વારા પણ બ્રિટનથી આવેલા લોકો અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

હાલમાં બ્રિટનથી આવેલા વડોદરાના બે વ્યક્તિઓ પોઝિટીવ આવતા તેઓને શહેરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓને હોસ્પિટલમાં અલગ રીતે રાખી ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. તદુપરાંત તેઓના નમૂનાઓ પુના મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ત્યારે બે પૈકીના એક દર્દીના સંપર્ક આવનાર વધુ બે વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બંને વ્યક્તિઓને શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને શહેરની હોસ્પિટલમાં ખાસ દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી છે. તદુપરાંત બંને કોરોના પોઝિટિવ દર્દીઓના નમૂનાઓને પૂણે ખાતે તપાસ અર્થે મોકલવમાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બ્રિટનથી આવેલા બે વ્યક્તિ પોઝિટિવ આવ્યા બાદ તેઓના સંપર્કમાં આવેલા વધુ બે વ્યક્તિ કોરોના સંક્રમિત થતા કુલ ચાર દર્દીઓની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

કોરોનાના નવા 91 કેસ, આજે કુલ આંક 21 હજારને વટાવશે, 7 દર્દીઓનાં મોત,103 દર્દી સાજા
વડોદરા. કોરોનાના પોઝિટિવ કેસ હવે ઘટી રહ્યા છે. સોમવારે કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા. જયારે 7 જેટલા દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. શહેરમાં કોરોનાનું જોર ઘટતાં તંત્ર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. શહેરમાંથી લેવાયેલા 3,614 નમૂનામાંથી સોમવારે 91 પોઝિટિવ આવ્યા છે. જ્યારે 3,523 નમૂના નેગેટિવ આવ્યા છે. આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 20,966 થયો છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દાખલ દર્દીઓની સંખ્યા 1,358 છે. જેમાંથી 1,155 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે 149 દર્દીઓ ઓક્સિજન પર અને 54 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ સારવાર લઈ રહેલા 103 જેટલા દર્દીઓને સોમવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો