વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,925 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,281 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 36 કલાકમાં વડોદરા શહેરમાં વધુ બે કેસ નોંધાયા છે. જોકે વડોદરા ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો નથી.
કોરોનાના નવા 2 કેસ, વેન્ટિલેટર પર માત્ર 1 દર્દી
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા 20 એક્ટિવ દર્દીઓ પૈકી એકને વેન્ટિલેટર પર અને 2 દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાને લીધે શહેરમાં 21 દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં કોરોનાના રવિવારે માત્ર 2 દર્દીઓ નવા નોંધાયા હતા, જે પૈકી તરસાલીમાં 1 અને આજવા રોડ ઉપર 1 દર્દી નોંધાયો હતો. દિવસ દરમિયાન 1245 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે શહેરમાં માત્ર 21 એક્ટિવ દર્દીઓ જ કોરોનાના રહ્યા છે, જે પૈકી માત્ર 1 જ વેન્ટિલેટર પર અને 1 ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. જ્યારે ક્વોરન્ટીન થયેલા લોકો પણ 23 જ રહ્યા છે.
મ્યુકોરમાઇકોસિસનો એક પણ કેસ નહીં
વડોદરાની સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના એક પણ નવો કેસ નોંધાયો નહતો. સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના 10 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જ્યારે એક દર્દીને ડિસ્ચાર્જ કરાયો હતો. ગોત્રી હોસ્પિટલમાંથી પણ આજે એક પણ નવો દર્દી દાખલ થયો ન હતો. દાખલ દર્દીઓની 10 જેટલી સર્જરી કરવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,755 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,912 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9664 પશ્ચિમ ઝોનમાં 11,925, ઉત્તર ઝોનમાં 11,772, દક્ષિણ ઝોનમાં 11,773, વડોદરા ગ્રામ્યમાં 26,755 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
રવિવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ તરસાલી, આજવા રોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.