• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Two More Cases Of Mucormycosis Were Reported, A Total Of 24 Patients Under Treatment, Only 11,000 People Were Vaccinated On Thursday, The Number Of Vaccinators Has Been Steadily Declining.

કોરોના વડોદરા LIVE:આજે 2 વધુ પોઝિટિવ અને 3 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 71,920, કુલ 71,277 દર્દી રિકવર થયા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1303 સેમ્પલ પૈકી 2 પોઝિટિવ અને 1301 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 2 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,920 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,277 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

વડોદરા શહેરમાં આજે કોરોનાના નવા 2 કેસ અકોટા અને વડસર વિસ્તારમાં નોંધાયા હતા. હાલમાં શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા 20 એક્ટિવ દર્દીઓ પૈકી એકને વેન્ટિલેટર પર અને 2 દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. બીજી તરફ કોરોનાને લીધે શહેરમાં 21 દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. બીજી તરફ શહેરમાં કોરોના કરતાં ટાઇફોઇડ અને કમળાના એક્ટિવ દર્દીઓ વધી ગયા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,755 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,912 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9662 પશ્ચિમ ઝોનમાં 11,924, ઉત્તર ઝોનમાં 11,772, દક્ષિણ ઝોનમાં 11,769, વડોદરા ગ્રામ્યમાં 26,755 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
અકોટા, વડસર