તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:વડોદરાના ભાયલીમાં રાત્રે બે કિશોરોને ચાકૂ બતાવી દોઢ લાખની લૂંટ, સ્કૂટર પર આવેલા 2 શખ્સ ધમકાવીને લૂંટ કરી પ્રગતિ સ્કૂલ તરફ ભાગી ગયા

વડોદરા6 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દુકાનનો વકરો લઇને ઘરે જતા હતા : ડિકીમાં દારૂ હોવાનું કહી ધમકાવ્યા

શહેરના ભાયલી ગામના તળાવ સામે સોમવારે રાત્રે 10 વાગે સ્કૂટરની ડેકીમાં દુકાનના વકરામાં ભેગા થયેલા દોઢ લાખ રોકડાનો થેલો મુકીને જઇ રહેલા બે કિશોરને એક્ટીવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ બંનેને ઉભા રાખ્યા બાદ ધમકાવી ચપ્પુ બતાવીને દોઢ લાખની રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. મામલાની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કિશોરે આપેલી માહિતીના આધારે ગુનો નોંધી લૂંટારાઓની શોધખોળ આદરી હતી.

ભાયલી કેનાલ રોડ ઉપર રહેતા 16 વર્ષના કિશોરે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે 10માં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ની ભાયલીમાં પાન પડીકી નમકીન સહિતની ચીજોની હોલસેલની દુકાન આવેલી છે. તેના પિતા અને મોટા પપ્પા દુકાન ચલાવે છે અને તેનો ફોઇનો પુત્ર આશિષ દુકાનમાં નોકરી કરે છે. 22 તારીખે નિત્ય ક્રમ મુજબ રાત્રે તે દુકાનમાં આવ્યો હતો અને દુકાનના વકરાના અંદાજીત દોઢ લાખની રોકડ રકમ કાપડની થેલીમાં મુકી પોણા દસ વાગે દુકાન બંધ કરી રોકડ ભરેલી થેલી તેની સ્કૂટરની ડેકીમાં મુકી હતી અને તેના ફોઇના પુત્ર આશિષને લઇને બંને જણા ભાયલીના કિશન ગેલેક્સીમાં આવેલા ગોડાઉન તરફ જવા નિકળ્યા હતા.

તેઓ ભાયલી મેઇન રોડ પર તળાવ ની સામે પીએચસીની બાજુમાંથી કાચા રસ્તા પર જઇ રહ્યા હતા ત્યારે એક શખ્સે હાથ ઉંચો કરી એક્ટીવા ઉભી રખાવી હતી અને તે શખ્સે બંને કિશોરની નજીક આવી તારુ નામ શું છે તેમ પુછ્યું હતું. આ શખ્સે તારી પાસે થેલામાં દારુ છે તેમ પુછ્યા બાદ તેણે ડેકી ખોલવાનું જણાવતાં કિશોરે ના પાડી હતી પણ આ શખ્સે બળજબરીથી ડેકી ખોલી હતી તે વખતે કિશોરે પૈસા ભરેલી થેલી લઇ લીધી હતી ત્યારે આ લૂંટારાએ ડેકી ચેક કર્યા બાદ કિશોરના હાથમાંથી દોઢ લાખ ભરેલી રોકડ ભરેલો થેલો ખુંચવી લીધો હતો.

કિશોરે થેલો લેવાનો પ્રયાસ કરતાં લૂંટારાએ તેને ચપ્પુ બતાવી મારવાનો પ્રયાસ કરતાં બંને કિશોર ગભરાયા હતા અને ત્યારબાદ આ લૂંટારો આગળ ઉભા રાખેલા એક્ટીવા પર બેસી જઇ બંને લૂંટારા એક્ટીવા લઇને ભાયલી પ્રગતી સ્કુલ Aતરફ ફરાર થઇ ગયા હતા. ગભરાયેલા કિશોરે તેના પિતાને ફોન કરતાં તેઓ દોડી આવ્યા હતા અને તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ પણ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. માસ્ક પહેરેલા માથે રુમાલ બાંધેલા લૂંટારાએ કિશોરને તારા થેલામાં દારુ છે તેમ પુછીને અટકાવ્યો હતો અને બળજબરીથી એક્ટીવાની ડેકી ખોલી તપાસ કર્યા બાદ રોકડ ભરેલો થેલો ખુંચવી લીધો હતો.

LCB, SOG તાલુકા પોલીસની 5 ટીમની તપાસ
પોલીસે જણાવ્યું હતું કે કિશોરે આપેલી માહિતી મુજબ સીસી ટીવી ફુટેજ ચેક કરાઇ રહ્યા છે અને તેમણે આપેલા વર્ણનના આધારે લૂંટારાઓના સ્કેચ પણ તૈયાર કરાયા છે, તપાસમાં તાલુકા પોલીસ, જીલ્લા એલસીબી અને જીલ્લા એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોર્ડ સહિતની પોલીસની ટીમો પણ જોતરાઇ છે.

તે શખ્સે બંને કિશોરની નજીક આવી તારુ નામ શું છે, તેમ પુછ્યું હતું. આ શખ્સે તારી પાસે થેલામાં દારૂ છે, તેમ પૂછ્યા બાદ તેણે ડેકી ખોલવાનું જણાવતાં કિશોરે ના પાડી હતી પણ આ શખ્સે બળજબરીથી ડેકી ખોલી હતી તે વખતે કિશોરે પૈસા ભરેલી થેલી લઇ લીધી હતી ત્યારે આ લૂંટારાએ ડેકી ચેક કર્યા બાદ કિશોરના હાથમાંથી દોઢ લાખ ભરેલી રોકડ ભરેલો થેલો ખુંચવી લીધો હતો. કિશોરે થેલો લેવાનો પ્રયાસ કરતાં લૂંટારાએ તેને ચપ્પુ બતાવી મારવાનો પ્રયાસ કરતાં બંને કિશોર ગભરાયા હતા અને ત્યારબાદ આ લૂંટારો આગળ ઉભા રાખેલા એક્ટીવા પર બેસી જઇ બંને લૂંટારા એક્ટિવા લઇને ભાયલી પ્રગતી સ્કૂલ તરફ ફરાર થઇ ગયા હતા. ગભરાયેલા કિશોરે તેના પિતાને ફોન કરતાં તેઓ દોડી આવ્યા હતા અને તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ પણ પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો