• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Two Men Caught Making Obscene Gestures At Women On Public Road In Vadodara, Youth Chases Daughter Away From Genda Circle In Presence Of Mother

છેડતી:વડોદરામાં જાહેર રોડ પર મહિલાઓને બિભત્સ ઇશારા કરતા બે શખ્સ ઝડપાયા, ગેંડા સર્કલ પાસેથી માતાની હાજરીમાં યુવક પુત્રીને ભગાડી ગયો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોરવા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગોરવા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર.

શહેરના બે જુદાજુદા વિસ્તારમાંથી મહિલાઓની છોડતી કરતા રોમિયોની પોલીસ ધરપકડ કરી છે. તો બીજી તરફ માતાની હાજરીમાં પુત્રીને યુવક ભગાડી ગયાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

મંગળ બજારમાંથી રોમીયો ઝડપાયો
સિટી પોલીસ સ્ટેશનની શી ટીમ પેટ્રોલીંગ કરતી હતી ત્યારે મંગળ બજાર સીટી બસ સ્ટોપ પાસે એક વ્યક્તિ આવતીજતી સ્ત્રીઓને હાથથી ઇશારા કરી બિભત્સ ચેનચાળા કરતો હતો. જેથી પોલીસે તેને ઝડપી લઇ તેનું નામ પૂછતા સનતભાઇ રાકેશભાઇ બારૈયા (રહે. બારૈયા સમાજની વાડી પાસે, કમલાનગર રામદેવનગર આજવા રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપી સનતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મહેસાણા નગર ચાર રસ્તા પર મહિલાઓને ઇશારા કરતો શખ્સ પકડાયો
બીજી તરફ ફતેગંજ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે મહેસાણા નગર ચાર રસ્તા પર એક શખ્સ જાહેર રોડ પર એક્ટિવા પર બેસી આવતી-જતી મહિલાઓને અભદ્ર ઇશારા કરતો હતો. જેથી પોલીસે આરોપી નરેન્દ્રસિંઘ ગોપાલસિંઘ કુશવાહ (રહે. સૂર્યનગર કોલોની, જૂના છાણી રોડ, વડોદરા)ની ધરપકડ કરી હતી. આરોપી મૂળ ઉત્તપ્રદેશના કોટીયા ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

માતાની હાજરીમાં યુવક પુત્રીને ભગાડી ગયો
શહેરના વાઘોડિયા રોડ પર રહેતી વૃદ્ઘા તેમની પુત્રીને નોકરીમાં રાજીનામું આપવાનું હોવાથી તેની સાથે ગયા હતા. જ્યાં ગઇકાલ બપોરે ગેંડા સર્કલ નજીક પાર્કિંગમાં યુવતીનો મિત્ર મોહિત રાજેશ ભુવા આવ્યો હતો અને તેણે યુવતીને કહ્યું હતું કે ચાલ મારી ગાડીમાં બેસી જા. જેથી વૃદ્ઘાએ તેમની પુત્રીને મોહિત સાથે જવાની ના પાડતા મોહિતે કહ્યું હતું કે તે મારી પત્ની છે કેમ મારી સાથે નહીં આવે? સાથે જ મોહિત વૃદ્ઘા સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી દીકરીને લઇને જતો રહ્યો હતો. જેથી વૃદ્ઘાએ આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.