તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રેનની અડફેટે અજાણી મહિલા સહિત બેનાં મોત

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગત 24 કલાકમાં ટ્રેનની ટક્કરે જિલ્લામાં બનેલા જુદા જુદા બે બનાવોમાં એક મહિલા સહિત બેના મોત નિપજ્યાં હતા. પહેલા બનાવમાં સાવલી પાસે સમલાયા નજીકના વેમાર ગામ નજીક વડોદરા ગોધરા ડાઉન ટ્રેક પર એક મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલા ટ્રાયલ ટ્રેનની અડફેટે આવી ગઇ હતી. આ મહિલાનુ મોં તૂટી ગયેલું હોવાથી તેની ઓળખ થઇ શકી ન હતી. પણ રેલવે પોલીસે વેમારમાં તપાસ કરતા એક યુવકે પોતાની સાસુ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે પીએમ બાદ લાશ એસએસજી હોસ્પિટલમાં મૂકાયેલી હોવાથી મંગળવારે અન્ય પરિવારજનો આવતાં ઓળખ સ્પષ્ટ થશે. જ્યારે બીજા બનાવમાં છાયાપુરી રેલ્વે સ્ટેશન પાસે 30 વર્ષના એક અજાણ્યા યુવકની લાશ પણ મળી આવી હતી. આ યુવાનની ઓળખ થઇ શકી નથી. રેલ્વે પોલીસે બંને અકસ્માતોની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસમાં શહેરની આસપાસથી જ રેલ્વે ટ્રેક પરથી છ જેટલા મૃતદેહો મળી આવ્યાં છે,જે અંગે રેલવે પોલીસ દ્વારા ગહન તપાસ આદરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો