​​​​​​​અકસ્માત:પદમલા અને આજવા બ્રિજ પર વાહનની ટક્કરે બેનાં મોત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદમલા તરફના સર્વિસ રોડ પર સાંજે અજાણ્યા વાહન ચાલકે યુવકનું માથું કચડી નાખતાં મોત

શહેર નજીકથી પસાર થતા હાઇવે પર પદમલા અને આજવા બ્રિજ પાસે ભારદારી વાહનની ટક્કરે બે યુવકોનાં મોત નિપજ્યાં હતાં. ઘટના સંદર્ભે છાણી અને બાપોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનો પહેલો બનાવ પદમલા તરફ જવાના સર્વિસ રોડ પર બન્યો હતો. ગુરુવારે સાંજે સર્વિસ રોડ પર એક અજાણ્યા વ્યક્તિના માથા પર એક ભારદારી વાહનનું ટાયર ફરી વાળતાં વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ છાણી પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી મૃતકના વાલી વરસોની શોધખોળ હાથ ધરી હતી.

અકસ્માતનો બીજો બનાવ શુક્રવારે આજવા બ્રિજ નજીક બન્યો હતો. જેમાં આજવા બ્રિજ શકમાર્કેટ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે બાપોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...