તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર અકસ્માત:વડોદરાના પાદરા પાસે કાર ઝાડ સાથે અથડાતા 2 લોકોના મોત, બાળકનો ચમત્કારિક બચાવ, તમામને કાર ચીરીને બહાર કાઢ્યા

વડોદરા13 દિવસ પહેલા
પાદરાના સરસવણી ગામ નજીક પડેલી અકસ્માતગ્રસ્ત કાર
  • બે ક્રેન દ્વારા કારને ચીરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા

વડોદરા જિલ્લાના પાદરા નજીક સરસવણી ગામ નજીક વિચિત્ર અકસ્માત થયો હતો. કાર ચાલક દ્વારા સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમા આવેલી વરસાદી કાસમાં આવેલા ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે એક બાળકનો ચમત્કારિક મોત બચાવ થયો હતો.

બે મૃતદેહ અને એક જીવિત બાળકને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા
પાદરા-કરજણ રોડ પર સરસવણી ગામ નજીક શનિવારે રાત્રે કારને અકસ્માત નડ્યો હતો. જેને પગલે કારમાં 3 લોકો ફસાયા હતા. જેથી ફાયર બ્રિગેજ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડે સ્થાનિક રહીશો અને બે જેસીબી મશીનની મદદથી બે મૃતદેહ અને એક જીવિત બાળકને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. બે ક્રેન દ્વારા કારને ચીરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે જ કાર ચાલક અને કારમા બેઠેલી મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે બાળકને ગંભીર ઈજાઓ પહોચતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં સરવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મૃતદેહ
પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મૃતદેહ

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
કારના અકસ્માતની ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ દોડી ગઇ હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.

એક બાળકનો ચમત્કારિક મોત બચાવ થયો
એક બાળકનો ચમત્કારિક મોત બચાવ થયો

મૃતકના નામ
ઝુબેરભાઈ બનઝારા(ઉ.28), (રહે, તાંદળજા, વડોદરા)
ઘાંચી રેશ્માબેન જાહિદ્રાઇ(ઉ.32), (રહે, સાવલી, વડોદરા)

ઇજાગ્રસ્ત બાળકનું નામ
ઘાંચી અતિક જાવેદભાઈ(ઉ.12)

બાળકને ગંભીર ઈજાઓ પહોચતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં સરવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો
બાળકને ગંભીર ઈજાઓ પહોચતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં સરવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો
પાદરા નજીક સરસવણી ગામ નજીક કારનો વિચિત્ર અકસ્માત થયો હતો
પાદરા નજીક સરસવણી ગામ નજીક કારનો વિચિત્ર અકસ્માત થયો હતો
પોલીસ સહિત આસપાસના લોકો દોડી ગયા હતા
પોલીસ સહિત આસપાસના લોકો દોડી ગયા હતા
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો