અંગદાન:અંકલેશ્વરની મહિલા અકસ્માતમાં બ્રેનડેડ થયા બાદ વડોદરાની હોસ્પિટલમાં બે કિડની અને લિવરનું દાન કરાયું, 3 લોકોને નવજીવન મળ્યું

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રેનડેડ મહિલા મહિલા તૃપ્તિબેન અપરનાથની ફાઇલ તસવીર - Divya Bhaskar
બ્રેનડેડ મહિલા મહિલા તૃપ્તિબેન અપરનાથની ફાઇલ તસવીર
  • ગ્રીન કોરિડોર કરીને બે કિડની અને લિવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને CIMS હોસ્પિટલમાં પહોંચાડ્યા

વડોદરા નજીક પીપરીયા ખાતે આવેલી ધીરજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ મહિલાના ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે અને ગ્રીન કોરિડોર કરીને બે કિડની અને લિવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને CIMS હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. પરિવારે બ્રેનડેડ મહિલાના અંગદાન થકી 3 લોકોના જીવ બચાવ્યા છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને તબીબોએ બ્રેનડેડ જાહેર કરી હતી
અંકલેશ્વર GIDC વિસ્તારમાં પરિતુશ એપાર્ટમેન્ટમાં રહેતી 34 વર્ષની મહિલા તૃપ્તિબેન ભાવેશકુમાર અપરનાથને રોડ અકસ્માતને કારણે માથામાં ગંભીર ઇજાઓ થતાં વડોદરા નજીક પીપરીયા ખાતે આવેલી ધીરજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેઓને ધીરજ હોસ્પિટના ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ અને આઇસીયુના ડો. ભગવતી, ડો. સંજય પ્રકાશ, ડો. વિવેક વાસવાણી, ડો. સંદિપ અને ડો. અમિત ચૌહાણની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી. દરમિયાન તારીખ 6 ફેબ્રુઆરીના રોજ તબીબી ટીમ દ્વારા પૃપ્તિબેનને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંગેની જાણ તેમના સંબંધીઓને કરવામાં આવી હતી.

તબીબોની સમજાવટ બાદ પરિવાર ઓર્ગન ડોનેટ માટે તૈયાર થયો
તબીબોએ તેમના પરિવારને બ્રેનડેડ તૃપ્તિબેનના અંગદાન માટે સમજાવ્યા હતા. અંગદાનથી અન્ય લોકોના વ્યક્તિનો જીવ બચી શકે છે, તેવી સમજાવટ ધીરજ હોસ્પિટલના તબીબોની સમજાવટ બાદ પરિવારજનો ઓર્ગન ડોનેટ કરવા તૈયાર થયા હતા. જે બાદ હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ અમદાવાદ ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને CIMS હોસ્પિટલના તબીબોને કરતા તેઓ તુરંત ધીરજ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને અહીંના ડોક્ટરની સાથે આયોજન કરી ઓર્ગન ડોનેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

ધીરજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ મહિલાના ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા
ધીરજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ મહિલાના ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા

કિડની અને લિવરના દાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ
ધીરજ હોસ્પિટલની ટીમ સાથે હોસ્પિટલના મેનેજમેન્ટ ટીમ, જેમાં ડોક્ટર લવલેશકુમાર(મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ), વરુણ મિશ્રા(જનરલ મેનેજર), ડોક્ટર બી.આર. સોલંકી (આર.એમ.ઓ.), પૂનમ ગડિયા (ડે. નર્સિંગ સુપ્રીટેડેન્ટ), ખુશ્બુ, કૈલાશ માલીએ ખુબ જ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. સમગ્ર કામગીરીમાં ધીરજ હોસ્પિટલની ટીમ ઉપરાંત સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટીના કન્વીનર ડો.પ્રાંજલ મોદી, નેશનલ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટીના ડો. પ્રિયા અને કાઉન્સેલર ડો.દિપાલી તરીકે ખુબ જ પ્રયત્નો કર્યાં હતા, જેના આધારે કિડની અને લિવરના દાનની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી હતી.

એક મહિના પહેલા પરિવારે 17 વર્ષની કિશોરીના 7 અંગોનું દાન કર્યુ હતું
એક મહિના પહેલા જ હાલોલની 17 વર્ષની કિશોરી નંદની શાહ બ્રેઇન ડેડ થયા બાદ પરિવારે તેના હાર્ટ, ફેફસાં, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન કર્યું. હાર્ટ દિલ્હી અને ફેફસાં મુંબઇ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિ.મી.નું અંતર 8 મિનિટમાં કાપ્યું હતું, અંગોને હરણી વિમાની મથકે પહોંચાડવામાં આવ્યાં હતાં. કિડની, ચક્ષુ અને લિવર પણ ગ્રીન કોરિડોર કરીને અમદાવાદ આઇ.કે.ડી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતાં. એકસાથે 7 અંગનું દાન કરવાનો વડોદરાનો આ પ્રથમ કિસ્સો હતો.

મારી બહેનથી લોકોને પ્રેરણા લેવી જોઈએ
તૃપ્તિબેનના ભાઈ ચેતન મેઘનાથી એ જણાવ્યુ કે, મારા બહેન પતિને કિડની ડોનેટ કરવા ઇચ્છતાં હતાં, પણ કુદરતે સ્થિતિ વિપરીત કરી હતી. બહેનની ઇચ્છા પૂરી કરવા અને અન્યના જીવન સુધારવા નિર્ણય કર્યો હતો. બનેવીના બદલે અન્ય લોકોનું જીવન સુધરશે. લોકોએ ઓર્ગન ડોનેટ માટે આગળ આવવું જોઈએ. તબીબોને પણ બનેવીને પ્રાયોરિટીમાં રાખવા વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...