કાર્યવાહી:દારૂના જથ્થા સાથે મહિલા બૂટલેગર સહિત બે ઝબ્બે

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાવપુરા ખાતેથી 29 હજારના દારૂ સાથે મહિલા બૂટલેગર સહિત બેની એલસીબી ઝોન 2એ ધરપકડ કરી હતી. બંનેને રાવપુરા પોલીસ સ્ટેશનમાં સોંપાયાં હતાં. એલસીબી ઝોન 2ના અધિકારીઓ બુધવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે, રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે સાંઈબાબાના મંદિરની પાસે હિનાબેન કહાર અને તેનો ભાઈ નિલેશ કહાર દારૂ લઈ આવી રહ્યા છે. જેથી પોલીસે તે વિસ્તારમાં વોચ ગોઠવીને પ્રશાંત જાધવ અને હિના કહારને ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસેથી દારૂની 36 બોટલો સહિત 29 હજારનો દારૂ, 2 લાખની કાર સહિતની મતા જપ્ત કરી હતી. પોલીસ આવતા નિલેષ ઉર્ફે બટકો ભાવેશ્વર કહાર ફરાર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...