કાર્યવાહી:પોર પાસેના પંપ પર બાયોડીઝલના નામે હાઇડ્રોકાર્બન વેચતા બે ઝબ્બે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના વારંવાર દરોડા છતાં ભરૂચ હાઇવે પર ખુલ્લેઆમ વેપલો
  • પંપના માલિક, પુરવઠો મોકલનાર સહિત 5 સામે ગુનો નોંધાયો

વડોદરા ભરુચ હાઇવે પર પોર પાસે ગેલેકસી હોટેલની બાજુમાં ધરતી બાયોડીઝલ પંપમાં બાયોડીઝલના નામે હાઇડ્રોકાર્બન વેચતા પંપના ભાગીદાર અને ફિલર ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી 6.12 લાખનું 9 હજાર લીટર કેમિકલ જપ્ત કરી ધરતી બાયોડીઝલ પંપના માલિક તથા પુરવઠો મોકલનાર સહિત 5 સામે ગુનો નોંધ્યો હતો.

જિલ્લા એસઓજી પોલીસને મળેલી બાતમી આધારે પોર પાસે ગેલેકસી હોટલ નજીક ધરતી બાયોડીઝલ પંપ પર પોલીસે જીલ્લા પુરવઠા કચેરીની ટીમને સાથે રાખી દરોડો પાડયો હતો. જયાં કેબીનમાં પંપનો ભાગીદાર પંકજ જયસુખભાઇ પંડીત (રહે રાજકોટ) અને ફિલર મેહુલ કિશોર ખુંટ (રહે, રાજકોટ) મળી આવ્યા હતા. સ્થળ પર બાયોડીઝલ ભરાવવા આવેલો ટ્રક ચાલક ભગવતસિંહ પુરણસિંહ રાજપુત પણ હાજર હતો. અને ફિલર મેહુલે આ ટ્રકમાં બાયોડીઝલ ભર્યું હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે પંકજ પંડીત અને મેહુલને સાથે રાખી પંપમાં તપાસ કરતાં બે ટેન્કમાં 9 હજાર લીટર બાયોડીઝલ (કિંમત 6.12 લાખ) મળી આવ્યું હતું. જપોલીસે બાયોડીઝલનો જથ્થો કબજે કરી પિયુષ ભીખાભાઇ ઠુમર, પંકજ જયસુખભાઇ પંડીત, ફિલર મેહુલ ખુંટ તથા હાઇડ્રોકાર્બનનો જથ્થો મોકલનાર શખ્સ લતથા આ જગ્યાના માલીક મળીને 5 જણા સામે ગુનો નોંધ્યો હતો અને તેમની શોધખોળ આદરી હતી.

રૂા. 45ના લિટર હાઇડ્રોકાર્બન ઓઇલને રૂા.68માં બાયોડીઝલ તરીકે વેચતા હતા
પોલીસે બાયોડીઝલની એફએસએલદ્વારા તપાસ કરાવતાં આ કેમિકલ હાઇડ્રોકાર્બન ઓઇલ હોવાનું બહાર આવ્યું હતું.આરોપીઓ હાઇડ્રોકાર્બન ઓઇલને બાયોડીઝલ તરીકે વેચતા હતા. આરોપીઓ રાજકોટના આરવ એન્ટરપ્રાઇઝમાંથી 45 રૂપિયે લીટર મંગાવી 68 રૂપિયેે વેચાણ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...