ગૌરવ:વિશ્વ વિખ્યાત એમ એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને યુ.એસ.એમાં બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વિજય કુમાર શ્રીવાસ્તવને આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજીત સમારંભમાં બે નામાંકિત એવોર્ડસ આપવામાં આવ્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજીત ’ભારત મહોત્સવ’- એક અને અખંડ ભારતની ઉજવણી- અંતર્ગત પ્રોફેસર શ્રીવાસ્તવને ’ભારત ગૌરવ સન્માન થી સન્માનીત કરવા માં આવ્યા હતા. આ એવોર્ડ પ્રોફેસર શ્રીવાસ્તવને એમના પર્યાવરણ અને ક્લાયમેન્ટ ચેન્જ તેમજ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે તેમણે કરેલા યોગદાન ને બિરદાવતા આપવામાં આવ્યો હતો. સાથે અન્ય એક કાર્યક્રમમાં ’ગ્લોબલ પીસ લીડરશીપ એવોર્ડ’ રોયલ ક્વીન ઓફ બેવરલી હીલ્સ તેમજ આંતરરાષ્ટ્રીય સમાજસેવિકા તથા આર્ટ ફોર પીસ એવોર્ડસના સ્થાપક ડો.ડેમ મુનિ ઇરોન દ્વારા આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વન ઇન્ડીયાની વિભાવના સાથે આયોજીત થતા આ કાર્યક્રમમાં ’સેલ્ફ રીલાયન્ટ ’મેઇક ઇન ઇન્ડીયા’, ’ડીજીટલ ઇન્ડીયા’, ‘ઇનક્રેડીબલ ઇન્ડીયા’ જેવી પહેલને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ આયોજનના ભાગરૂપે થતી અનેકવિધ પ્રવૃતિઓ જેવી જે સ્વદેશી મંચ, સ્વદેશી પરેડ અને સ્વદેશી કનેક્ટ વિગેરેમાં ફાઉન્ટેન વેલીના મેયર જ્યુડ એલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પદ્બશ્રી એવોર્ડથી સન્માનિત ડો. સુધીર પરીખ પણ એમના મેડીસીન ક્ષેત્રના યોગદાન માટે સન્માનિત આ કાર્યક્રમમાં જ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક મહાનુભાવોને એમના પીસ, આર્ટ, કલ્ચર, સાયન્સ અને ટેકનોલોજી ફીલ્ડમાં કરેલા યોગદાન બદલ માનદ ડોક્ટેરટ ડીગ્રી આપવામાં આવી હતી.

ભારત તેમજ યુ.એસ.એ.ની આ બધી બહુમુખી પ્રતિભાઓની વચ્ચે પ્રોફેસર શ્રીવાસ્તવ એક જાણીતા શિક્ષણશાસ્ત્રી તરીકે પરિચીત કરાયા હતા. તેઓને મેડલથી સન્માનિત કરાયા અને ગ્રાન્ડ કી-ટ્રોફીથી સન્માનીત કરવા માં આવ્યા હતા. આ શાહી સમારંભનું આયોજન સબાન થીએટર, બેવરલી હીલ્સ, હોલીવૂડ, લોસ એન્જલસ, યુ.એસ.એ ખાતે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...