તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકાસ્પદ કંકાલ:ગોત્રી તળાવના કિનારા પરથી માનવ કંકાલના બે ટુકડા મળ્યા

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આત્મહત્યા છે કે હત્યા તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરાઈ
 • કંકાલ દોઢ માસ જૂનું હોવાનું અનુમાન, PM માટે SSGમાં મોકલાયું

શહેરના ગોત્રી તળાવના કિનારેથી શનિવારે પુરુષના હાડપિંજરના બે ટુકડા મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. તળાવની સફાઇ કરી રહેલા સફાઇ કર્મચારીને મૃતદેહ જોવા મળતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચી આ કંકાલ કોનું છે તે સહિતના મુદ્દા પર તપાસ કરવા પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પ્રાથમિક તપાસમાં કંકાલ દોઢ મહિના જૂનું હોવાનું જણાયું હતું. પોલીસે કંકાલની ઓળખ કરવા સહિતના મુદ્દે તપાસ શરૂ કરી હતી.

પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ગોત્રી તળાવમાં શનિવારે કોર્પોરેશનના સફાઇ કર્મીઓ દ્વારા સફાઇની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ગોત્રી તળાવના કિનારે એક અજાણ્યા પુરુષના હાડપિંજરના બે ભાગ સફાઈ કર્મચારીઓની નજરે પડતાં તે ચોંકી ઊઠ્યા હતા. તેમણે આ મામલે મ્યુનિસિપલ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટને જાણ કરતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. મામલાની જાણ ગોત્રી પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કંકાલની તપાસ શરૂ કરી હતી.

તપાસ માટે એફએસએલની પણ મદદ લેવાઇ હતી અને ત્યાર બાદ પીએમ માટે કંકાલને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. ગોત્રી પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, કંકાલ પર સફેદ શર્ટ અને પેન્ટ જોવા મળ્યું હતું. પુરુષનું કંકાલ છે અને તે દિશામાં તપાસ શરૂ કરાઇ હતી. પોલીસ સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ કમરના નીચેના હિસ્સામાંથી કંકાલનો ભાગ છુટો પડી ગયો હોવાનું જણાયું હતું અને કંકાલ દોઢ મહિના જૂનું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોલીસને હજુ જાણવા મળી શક્યું નથી. પીએમ રિપોર્ટમાં મોતનું કારણ જાણવા મળી શકે છે. આ કંકાલ કોનું છે તથા આત્મહત્યા છે કે હત્યા તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો