ધરપકડ:બાઈક ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે રીઢા આરોપી ઝડપાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીનાં 12 વાહનો કબજે કરી 8 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા

વડોદરા સહિત અલગ-અલગ જિલ્લામાંથી બાઈકની ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓને જિલ્લા એસઓજીએ ઝડપીને 12 વાહનો કબજે કરી કુલ 8 ગુના ડિટેક્ટ કર્યા છે. ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે, બંને આરોપીઓ નંબર પ્લેટ વગરની ચોરીની બાઈક લઈને બોડેલીથી વડોદરા શહેર તરફ વેચવા જવાના છે. જે આધારે પોલીસે ગોપાલપુરા ખાતે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી લીધા હતા.

આંતરરાજ્ય ગેંગના બંને આરોપી અભેસિંગ ચીમનભાઈ ડુડવે અને પીન્ટુ લહરીયાભાઈ મોરીયા (બંને રહે.ચાંદપુર ગામ, અલીરાજપુર)ની પોલીસે પૂછપરછ કરતાં આરોપીઓ બંને બાઈક ડભોઈ ગામ અને સુરત શહેરમાંથી ચોરી કરી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ચોરીમાં તેમની સાથે તેમના બે સાગરીતો પણ સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી ડભોઈ વિસ્તારમાંથી ચોરી કરેલી કુલ 12 બાઈક પકડી પાડી 8 ગુના ઉકેલી દીધા હતા. પોલીસે ચંદરીયા ઉર્ફે ચંદ્રસિંહ અજલીયા ભીલ (રહે.આગલગોટા, અલીરાજપુર) અને રાઘુ ઉર્ફે રાઘલિયા મનસીહ ભીલાલા (રહે.બીજરીયા, અલીરાજપુર)ને વોન્ટેડ જાહેર કર્યાં છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 મોબાઈલ કબજે કર્યાં છે.

ડિટેક્ટ કરાયેલા ગુના
પોલીસે ડભોઈ-1, સુરત-2, વડોદરા-1, નર્મદા જિલ્લા -4 મળીને કુલ 8 ગુના ડિટેક્ટ કર્યા છે. જેમાં વડોદરાનો બાપોદ પોલીસ સ્ટેશન, સુરતનું વરાછા પોલીસ સ્ટેશન, નર્મદા જિલ્લાનું સરથાણા, ગરૂડેશ્વર અને રાજપીપળાના ગુના ડિટેક્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...