તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:એકાઉન્ટ હેકિંગના મુદ્દેે આર્ટસ ફેકલ્ટીમાં બે જૂથની મારામારી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એબીવીપીના વિદ્યાર્થી આગેવાનોનું એકાઉન્ટ હેક થયું હતું
  • મામલો પોલીસ મથક સુધી પહોંચ્યા બાદ અંતે સમાધાન

એબીવીપીના વિદ્યાર્થી આગેવાનોનું સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક થવાના મામલે આર્ટસ ફેકલ્ટીમાં સોમવારે મારામારીની ઘટના બની હતી. એબીવીપીના વિદ્યાર્થી આગેવાનો દ્વારા એએસયુના આગેવાનને માર માર્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો જોકે બંને જૂથો વચ્ચે સમાધાન થઇ જતાં ફરીયાદ નોંધાઇ ન હતી.

એબીવીપીના વિદ્યાર્થી આગેવાન દર્શન ગામેચીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ થોડા દિવસ પહેલા હેક થઇ ગયું હતું. આ મામલે સાયબર ક્રાઇમમાં ફરીયાદ થઇ હતી જેમાં પ્રિન્સ રાજપૂત નામના વિદ્યાર્થી સામે શંકા વ્યકત કરાઇ હતી. આર્ટસ ફેકલ્ટી ખાતે સોમવારે એએસયુ વિદ્યાર્થી સંગઠનના પ્રિન્સ રાજપૂત કેમ્પસમાં આવ્યો હતો. જેના પગલે એબીવીપીના નિશીત વારીયા તથા દર્શન ગામેચી સહિતના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા એએસયુના આગેવાનને માર મરાયો હતો.

વિજીલન્સ સહિત સીક્યોરીટી જવાનોએે બંને જૂથોને છોડાવ્યા હતા. એબીવીપીના વિદ્યાર્થી આગેવાનનું સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક કરવાના આક્ષેપો પ્રીન્સ રાજપૂત સામે થયા છે અને તેના પ્રત્યાઘાતો મારામારી સ્વરૂપે પડયા હતા. બંને જૂથો પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જોકે અંતે સમાધાન થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...