તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાનો પ્રયાસ:વડોદરાના અંકોડિયા ગામે મામા સાથે બાઈક પર પસાર થઈ રહેલા 3 વર્ષના ભાણેજને ગામના યુવકે લાત મારતા ધીંગાણું, 3 સામે ફરિયાદ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કર્યો હતો

વડોદરાના અંકોડિયા ગામે મામા સાથે બાઈક પર પસાર થઈ રહેલા ત્રણ વર્ષના ભાણેજને ગામના યુવકે લાત મારતા ધીંગાણું સર્જાયું હતું. જેમાં હુમલાખોરોએ મકાનના બીજા માળેથી ઈંટના ટુકડા છુટ્ટા મારતા ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ફરિયાદના આધારે પોલીસે સામા પક્ષના બે ભાઈઓ અને તેના પિતા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારજનો દોડી આવી મામલો શાંત પાડ્યો હતો
વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામના મોતીપુરા ફળિયામાં રહેતા ભાવિક ભાઈ રાજુભાઈ વાણંદ ગામમાં હેર કટીંગ ની દુકાન ધરાવે છે. ગુરુવારે રાત્રે ભાવિક પોતાના ત્રણ વર્ષના ભાણેજને અંકોડિયા ગામની ભાગોળે આવેલા બગીચામાં રમવા માટે લઈ ગયો હતો. જ્યાંથી તેઓ બાઈક ઉપર પરત ફરતા હતા. ત્યારે રાજેન્દ્રભાઈ એ ભાવિકભાઈના ભાણિયાને લાત મારી હતી અને અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન બંનેના પરિવારજનો દોડી આવી મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ રાજેન્દ્ર ભાઈ પરમાર તેના ઘરે ઘરના બીજા માળેથી ઇટોના ઘા કર્યા હતા.

બે ભાઈઓ અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
હુમલામાં ફરિયાદીના ભાઈ તથા પિતાને ઇટના ટુકડા વાગતા ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ફરિયાદના આધારે પોલીસે રાજેન્દ્ર ભાઈ સોમાભાઈ પરમાર, ભુપેન્દ્ર ભાઈ સોમાભાઈ પરમાર તથા સોમાભાઈ રણછોડભાઈ પરમાર (ત્રણેય રહે - અંકોડિયા ગામ ,વડોદરા ) વિરુદ્ધ મારામારી, ધાક-ધમકી, હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો