તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કપુરાઈ પાસે રસ્તો ઓળંગતા બે મિત્ર કારની ટક્કરે ફંગોળાયા, એકનું મોત

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેમદાવાદ અને આણંદના મિત્રો પાવાગઢ જઇ રહ્યા હતા તે વેળા બનેલી ઘટના
  • ભણિયારા ગામ પાસે રિક્ષા ચાલકે ટક્કર મારતાં બાઈક સવાર યુવકનું મોત

હાઈવે પર કપુરાઈ ચોકડી નજીક રસ્તો ઓળંગી રહેલા બે વ્યક્તિઓને કારે જોરદાર ટક્કર મારતા બે પૈકીના એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મહેમદાવાદ અને આણંદ જિલ્લાના વાસદ ગામે રહેતા રાજુ પૂનમ મારવાડી તેમના ભાઈ ધર્મેશ પૂનમ મારવાડ, મિત્ર સુરજ પૂનમ મારવાડી અને સુરેશ લાલાભાઇ મારવાડી ટુ-વ્હીલર લઈને પાવાગઢ દર્શન દર્શન કરવા જઈ રહ્યા હતા.

દરમિયાન તેઓના એક સંબંધીને મળવા માટે તેઓ કપુરાઈ ચોકડી પાસે પહોંચ્યા હતા. આ સમયે સુરેશ મારવાડી અને રાજુભાઈ મારવાડી કપૂરાઇ ચોકડી સામે આવેલા શૌચાલયમાં લઘુશંકા માટે ગયા હતા. તેઓ ત્યાંથી પરત આવતા હતા તે સમયે રસ્તો ઓળંગી વેળાએ સુરત તરફથી આવેલી એક કારે બંનેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં સુરેશ મારવાડી અને રાજુ મારવાડી રોડ પર દૂર ફંગોળાયા હતા. જેમાં સુરેશ મારવાડી માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જ્યારે રાજુ મારવાડીને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે બાપોદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક બનાવમાં શહેર નજીક આવેલા ભણીયારા ગામ નજીક રીક્ષાએ ટક્કર મારતા બાઇક સવાર પિતરાઈ ભાઇઓને ઇજા પહોંચી હતી. પિતરાઈ ભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ગત 30મી તારીખે હાલોલના રાહતલાવ ગામે રહેતા શૈલેષભાઇ રાઠોડ અને તેનો પિતરાઈ ભાઈ કિરણસિંહ રાઠોડ બાઇક લઈ અનગઢ ગામે ગયા હતા.

તેઓ શહેર નજીક આવેલા ભણીયારા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રીક્ષાએ ટક્કર મારતા બાઇક સવાર શૈલેષસિંહ અને કિરણસિંહને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કિરણસિંહનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...