હિટ એન્ડ રન:વડોદરામાં નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે 2 મિત્રોના મોત, વતન જતા મિત્રને સ્વેટર આપીને ઘરે જતી વખતે અકસ્માત નડ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર બે યુવનોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા (પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર બે યુવનોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા (પ્રતિકાત્મક તસવીર)
  • એક યુવાન પરથી વાહનના ટાયર ફરી વળ્યા, બીજાનું રોડ પર પટકાતા મોત

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે પર દેણા ગામથી દુમાડ ગામ વચ્ચે મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર બે યુવનોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બંને મિત્રો વતન જઇ રહેલા મિત્રને સ્વેટર આપીને પરત ફરી રહ્યા તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બાઈક ચાલક યુવાન ઉપર અજાણ્યા વાહનના પૈડા ફરી વળ્યાં હતા.

આબીદ 4 સંતાનનો પિતા હતો
વડોદરા શહેર નજીક આવેલા રણોલી ગામની સિદ્ધાર્થભાઇની ચાલીમાં રહેતા મુકુંદ દિનેશભાઈ શાહ(ઉ.25) અને આબીદ ઠાકુર(ઉ.32) મૂળ બિહારના શિવાન જિલ્લાના મહમદપુરા ગામના વતની છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી રણોલી ગામમાં રહે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુકુંદ શાહ ક્રેઇન ઓપરેટર હતો. જ્યારે આબિદ સલૂન ચલાવતો હતો. આબીદ પરિણીત છે અને તેને ચાર સંતાનો છે. મુકુંદ અને આબિદનો મિત્ર મોડી રાત્રે વતન જવા માટે નીકળ્યો હતો.

સમા પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
સમા પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)

મિત્રએ સ્વેટર મંગાવ્યું હોવાથી બંને મિત્રો આપવા ગયા હતા
દરમિયાન આબીદને વતન જઇ રહેલા મિત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, મારુ સ્વેટર ઘરે રહી ગયું છે, તે સ્વેટર આપી જવા વિનંતી કરી હતી. આથી આબીદ મિત્ર મુકુંદને લઈને દુમાડ ચોકડી પાસે ઉભેલા મિત્રને બાઇક ઉપર સ્વેટર આપવા ગયા હતા. સ્વેટર આપીને પરત ફરતી વખતે અજાણ્યા વાહને તેઓની બાઇકને ટક્કર મારીને અડફેટમાં લીધા હતા. જેમાં બન્નેના સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

અજાણ્યા વાહનના ટાયર ફરી વળ્યા
આ બનાવમાં બાઇક ચાલક મુકુંદ શાહ પર અજાણ્યા વાહનના ટાયર ફરી વળ્યાં હતા. જ્યારે આબીદ રોડ પર પટકાતા તેનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સમા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...