ઇતિહાસની અટારીએ:વડોદરાના જુદા જુદા બે યાદગાર યુદ્ધો, ભાડુતી આરબો - મરાઠા-અંગ્રેજો વચ્ચેની લડાઇ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1800ના વર્ષ અગાઉ મરાઠાઓ આરબોનું ભાડુતી સૈન્ય રાખતા હતા. પણ 1802માં આર્થિક હાલત કફોડી બનતાં આરબ સૈન્યને પગાર કરી શકાયો ન હતો. તેથી લહેરીપુરા ગેટની બહાર એકત્ર થયેલા અરબ સૈનિકોએ મહારાજા સામે બંડ પોકાર્યું હતું.
  • લહેરીપુરા ગેટને ઘેરો ઘાલ્યો હતો. દરમિયાન ગાયકવાડ મહારાજાએ અંગ્રેજોની સહાય માગતાં અંગ્રેજ સૈન્ય કેપ્ટન વોકરના નેજા હેઠળ આવ્યું અને આરબોને વડોદરા બહાર હાંકી કાઢ્યા હતા. જોકે ત્યારબાદ અંગ્રેજ સૈન્ય સહાયકારી યોજના સ્વીકારી હોવાથી વડોદરામાં કાયમી કેન્ટોન્મેન્ટ સ્થાપીને રહી ગયું હતું.
  • આ વડોદરામાં ખેલાયેલી છેલ્લી લડાઇ રહી હતી. આ લડાઇના 5 દાયકા બાદ વડોદરાના દીવાન ભાઉ તાંબેકરે પોતાની હવેલીને ભીંતચિત્રો વડે સજાવી ત્યારે આ યુદ્ધનું દૃશ્ય વિશેષ રૂપે તૈયાર કરાવ્યું હતું.
  • 1848માં નિર્માણ પામેલી આ તાંબેકર હવેલીના પહેલા માળે 8 ફૂટ લાંબુ આ ભીંતચિત્ર દર્શનીય છે. જોકે સમયની થપાટને લીધે તેના પર ઝાંખપ આવી ગઇ છે.

ભીલાપુર યુદ્ધ : અહીં કોણ શાસન કરશે તે નક્કી થયું

  • 1728ની આસપાસ સુરતના ગવર્નરે નિઝામની સહાયથી વડોદરામાં ગાયકવાડ સત્તાના સ્થાપક પિલાજીરાવ અને અન્ય એક સરદાર ત્રંબકરાવ દાભાડે બંનેને કેટલાક વિસ્તાર મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતના સોનગઢ સુધીના વિસ્તારો ચોથ અને સરદેશમુખી માટે ફાળવી આપ્યા હતા. પણ પેશ્વા બાજીરાવે ગુજરાતના મુઘલોના ગવર્નર સાથે સંધિ કરીને પિલાજીરાવ અને ત્રંબકરાવ દાભાડેને હાંકી કાઢવા સેના મોકલી હતી.
  • 1 એપ્રિલ,1731ના રોજ ડભોઇ પાસેના ભીલાપુર પાસે પેશ્વાની સેનાએ પિલાજીરાવ અને ત્રંબકરાવની સેનાને હરાવી. એટલું જ નહીં ત્રંબકરાવ આ યુદ્ધમાં માર્યો ગયો. પિલાજીરાવ ઘાયલ થયા અને તેમનો પુત્ર સયાજીરાવ પણ માર્યો ગયો. પણ બીજા બે પુત્રો સાથે સોનગઢ ભાગી ગયા. પણ પેશ્વાએ દૂરંદેશી દાખવી પિલાજીરાવને કારભારી બનાવ્યો. જ્યારે ત્રંબકરાવના નાના પુત્ર યશવંતરાવ દાભાડેને ચોથ-સરદેશમુખી ઉઘરાવવાની સત્તા આપી.
  • 1732માં પિલાજીરાવની ડાકોરમાં હત્યા થઇ ગઇ. જોકે, ત્યારબાદ તેમના બીજા ક્રમના પુત્ર દામાજીરાવ ગાદીએ આવ્યાં. ત્યારબાદ છેક 1950 સુધી ગાયકવાડી શાસન રહ્યું.
અન્ય સમાચારો પણ છે...