અકસ્માત:વડોદરા-હાલોલ રોડ પર બે અલગ-અલગ અકસ્માતમાં બે લોકો મોત, બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક યુવાન અને એક મહિલાનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા

વડોદરા-હાલોલ રોડ પર બે અલગ-અલગ અકસ્માતમાં બે લોકો મોત થયા હતા. એક યુવાન અને એક મહિલાને અકસ્માત થતાં બંનેને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.

બાઇક સ્લીપ ખાઇ જતા યુવાનનું મોત
જરોદ નજીક આવેલ હોટેલ વે વેઇટ તરફ જતા જરોદ ગામમાં રહેતો આશાસ્પદ યુવાનની બાઇક સ્લીપ થાઇ જતા સંજયભાઇ કનુભાઇ ભાલીયા(ઉ.25)ને ગંભીર ઇજાઓ પહોંચતા જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન આશાસ્પદ યુવાનનું મોત થયું હતું.

અજાણ્યા વાહને મહિલાને અડફેટે લીધી
જરોદ ગામના રામદેવ ફળીયામાં રહેતા શાંતાબહેન પરસોતમભાઇ રોહિત(ઉ.50) લિલોરા ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ જરોદથી નીકળીને લિલોરા કંપની પર ફરજ જતી વેળા રોડ ક્રોસ કરતી વખતે કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા શાંતાબહેનને જરોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન મહિલાનું મોત
તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શાંતાબહેનનું મૃત્યુ થયું હતું. જરોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...