આદેશ:SSGના તબીબો PM કરવાનું ભૂલી જતાં બે લાશ દોઢ મહિનો પડી રહી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નિષ્કાળજી ધ્યાને અાવતાં પોસ્ટમોર્ટમની અાૈપચારિકતા પૂરી કરાઇ
  • સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન અૈયરનો ઘટના અંગે તપાસ કરવા આદેશ

શહેરના સયાજી હોસ્પિટલમાં બે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનું તબીબો ભૂલી જતા આખરે દોઢ મહિના બાદ સોમવારે પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના કેવી રીતે સર્જાય તે અંગે હોસ્પિટલ સત્તાધીશો એ તપાસના આદેશ આપ્યા હતા.

નવા યાર્ડ રેન બસેરામાં રહેતા 30 વર્ષીય મનિષાબેન પરમાર ને ગત 26 મેના રોજ ટીબી બોર્ડમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા તેમના કોઈ સ્વજનો ન હોવાથી તેમના મૃતદેહને માટે મોકલવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ ટીબી વિભાગ દ્વારા રેકોર્ડ રૂમમાં તેમની મૃત્યુનોંધ કરાતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ એ રેન બસેરા ખાતે ડેથ સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું.

પોસ્ટમોર્ટમ બાકી હોવાની વાત રવિવારે બહાર આવતા એમ.એલ.ઓ દ્વારા ફોરેન્સિક વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ ડેથ સર્ટિફિકેટ ઇશ્યુ કર્યું હોવાથી પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી. જોકે સોમવારે ઉપરી અધિકારીઓને જાણ કરાતા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. બીમારીને કારણે મૃત્યુ થયું હોવાથી અન્ય કોઈ ગૂંચવાડો ન હોવાનું હોસ્પિટલ સત્તાધીશો એ જણાવ્યું હતું જ્યારે બીજા બનાવમાં મે મહિનામાં જ સયાજી હોસ્પિટલના પરિસર માંથી 40 વર્ષે અજાણી મહિલા ને સારવાર માટે ખસેડવામાં આવી હતી જેનુ પોસ્ટમોર્ટમ કરાવવાનું પણ રહી ગયું હતું. બંને મૃતદેહના મંગળવારે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રંજન ઐયરે તપાસના આદેશ આપ્યા હતા.

કોલ્ડ રૂમ સાચવવા ડોક્ટરોની ડ્યૂટી અપાય છે
સયાજી હોસ્પિટલમાં એમ.એલ.એ ની સાથે જ કુલ રૂમ સાચવવા માટે દર પંદર દિવસે એક ડોક્ટરની ડ્યુટી આપવામાં આવે છે ત્યારે મે મહિનામાં અને જૂન મહિનામા પોસ્ટમોર્ટમ ન થયા અને મૃતદેહ કુલ રૂમમાં છે તે અંગે પણ નિષ્કાળજી હોવાની ચર્ચા ઉઠી હતી ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા એમએલઓને જાણ કરાતા આ વિષયપ્રકાશમાં આવ્યો હતો.

ડેથ સર્ટિફિકેટ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે
સયાજી હોસ્પિટલમાં મૃતકની ઓનલાઇન એન્ટ્રી થાય એટલે સાત દિવસમાં તેનો ડેટ સર્ટિફિકેટ તૈયાર થઈ અને નિયત કરેલા સરનામે રજીસ્ટર એડીથી મોકલવામાં આવે છે જુઓ સ્થળ ઉપર કોઈ તેનો સ્વીકાર ન કરે તો તે ભરત આવે છે અમને પોસ્ટમોર્ટમ અથવા કોઝ ઓફ ડેથ સાથે કોઈ નિસબત નથી. > ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર, કોર્પોરેશન

અન્ય સમાચારો પણ છે...