ગુજરાતમાં વીજળીની માગ વધી:સિક્કાના બે પ્લાન્ટ શરૂ કરાયા; ઈન્ડોનેશિયાથી 12 લાખ મેટ્રિક ટન કોલસો આયાત કરાયો

વડોદરા25 દિવસ પહેલાલેખક: વીરેન્દ્રસિંહ વર્મા
  • કૉપી લિંક
સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ - ફાઇલ તસવીર
  • બંને પ્લાન્ટ 500 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે

છેલ્લા કેટલાક સમયથી ગરમીમાં વધારો થતાં રાજ્યમાં વીજમાંગમાં વધારો થયો છે. જેના પગલે ઉનાળા પહેલાં વીજપુરવઠાની માંગ 18,000 મેગાવોટ હતી જે હાલ વધી 21,000 મેગાવોટની ઉપર પહોંચી છે ત્યારે વીજમાંગને પહોંચી વળવા કોઈ સમસ્યા ના સર્જાય તેના માટે જીયુવીએનએલ દ્વારા જામનગર ખાતેના સિક્કા વીજપ્રોજેકટના 500 મેગાવોટના બંને પ્લાન્ટ શરૂ કરી દેવાયા છે અને સિક્કા પ્લાન્ટમાં વપરાતા વિદેશી કોલસાનો 12 લાખ મેટ્રિક ટન જથ્થો (અંદાજે ~1,680 કરોડ)નો જથ્થો જીયુવીએનએલ દ્વારા મગાવાયો છે.

વીજ કંપનીના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું હતું કે વિદેશી કોલસાથી ચાલતાં 500 મેગાવોટના સિક્કા ખાતેના પ્લાટ શરૂ કરી દેવાયા છે. સિક્કા પ્લાન્ટ માટે જરૂરી કોલસો ઇન્ડોશિયાથી મંગાવાયો છે. 14,000 રૂપિયે મેટ્રિક ટનના ભાવે ઇન્ડોનેશિયામાં મળતો કોલસાનો 12 લાખ મેટ્રિક ટનનો ઓર્ડર જીયુવીએનએલ દ્વારા આપવામાં આવ્યો છે.

સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર અને જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ વીજપુરવઠા માટે પિક સિઝન ગણાય છે કારણ કે આ સમયમાં એગ્રિકલ્ચરમાં પણ વીજપુરવઠાની માંગ વધુ હોય છે એટલે વીજમાંગમાં વધારો થાય છે. પણ ઉનાળો આવતાં ડોમેસ્ટિક ક્ષેત્રે પણ વીજમાંગમાં વધારો થાય છે પણ ઉનાળામાં એગ્રિકલ્ચર ક્ષેત્રે માંગ ઓછી હોય છે એટલે ડોમેસ્ટિક ક્ષેત્રની માંગને વીજ કંપનીઓ પહોંચી વળે છે.

અન્ય સમાચારો પણ છે...