અકસ્માત:બોડેલી-હાલોલ રોડ પર પૂરપાટ ઝડપે જતી કારે અડફેટે લેતાં રમી રહેલાં બે બાળક અને બે મહિલા ફંગોળાયાં, એક મહિલાનું સારવાર દરમિયાન મોત

વડોદરાએક વર્ષ પહેલા
ચાર લોકોને અડફેટે લેનાર અકસ્માતગ્રસ્ત કાર. - Divya Bhaskar
ચાર લોકોને અડફેટે લેનાર અકસ્માતગ્રસ્ત કાર.
  • કારચાલકે ગંભીર અકસ્માત કરતાં લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના હાલોલ રોડ પર બુધવારે મોડી રાત્રે પૂરપાટ દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા, જેમાં બે બાળક અને બે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ત્રણ લોકોને સારવાર આપવામાં આવી રહી છે.

કાર હાઇ ટેન્શન લાઈનના વીજ થાંભલા સાથે અથડાઈ
બોડેલીના હાલોલ રોડ પર મેલડી માતા મંદિર પાસે બાળકો રમી રહ્યાં હતાં અને જ્યાં બે મહિલા ત્યાં હાજર હતી. એ સમયે પૂરપાટ ઝડપે કાર જઈ રહી હતી, ત્યારે કારે બે મહિલા અને બે બાળકને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં ચારેયે ફંગોળાયાં હતાં. માતેલા સાંઢની જેમ દોડતી કાર હાઇ ટેન્શન લાઈનના વીજ થાંભલા સાથે અથડાઇ હતી. એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાઇ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અકસ્માતને પગલે લોકોનાં ટોળાં એકત્રિત થયાં
કારચાલકે ગંભીર અકસ્માત કરતાં લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં અને બોડેલી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઇજાગ્રસ્ત બાળકોની સાઇકલ.
ઇજાગ્રસ્ત બાળકોની સાઇકલ.
કારની અડફેટે થાંભલો પણ તૂટી ગયો હતો.
કારની અડફેટે થાંભલો પણ તૂટી ગયો હતો.
પૂરપાટ દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા.
પૂરપાટ દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા.
અન્ય સમાચારો પણ છે...