છેડતી:વડોદરામાં MS યુનિ.ના ગેટ નજીક છોકરીઓને બીભત્સ ચેનચાળા કરતા બે ટપોરી ઝડપાયા, SHE ટીમે બરાબરનો પાઠ ભણાવ્યો

વડોદરાએક મહિનો પહેલા
છોકરીઓને બીભત્સ ચેનચાળા કરતા બે ટપોરીને પોલીસ સ્ટેશન લઇ જવાયા
  • વડોદરામાં ગુરૂવારે પણ SHE ટીમે જાહેરમાં છેડતી કરતા 5 લોકોને પકડ્યા હતા

વડોદરા શહેરના એમ.એસ.યુનિવર્સિટીના ગેટની બાજુમાં સિટી બસ સ્ટેશન પાસે આવતી-જતી છોકરીઓને બીભત્સ ચેનચાળા કરતા બે ટપોરીઓને સયાજીગંજ પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ શહેરમાં SHE ટીમ દ્વારા જાહેરમાં છેડતી કરતા 5 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતાં.

સાદા વેશમાં ઉભેલી શી ટીમે બંનેને પકડ્યા
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં એમ.એસ.યુનિવર્સિટીની આજુબાજુમાં પસાર થતી યુવતીઓની છેડતી થતી હોવાની બાતમીને આધારે સયાજીગંજ પોલીસ સ્ટેશનની SHE ટીમ સાદા વેશમાં હાજર હતી. આ દરમિયાન બાઇક પર આવેલ બે શખ્સ સિટી બસ સ્ટેશનની પાસેથી પસાર થતી અને ત્યાં ઉભેલી યુવતીઓને આંખ અને હાથથી ઇશારા તેમજ બોલીને ચેનચાળા કરતા હતાં. જેથી ત્યા સાદાવેશમાં હાજર SHE ટીમની મહિલા પોલીસે બંનેને ઝડપી લીધા હતાં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

SHE ટીમે ટપોરીઓને બરાબરનો પાઠ ભણાવ્યો
SHE ટીમે ટપોરીઓને બરાબરનો પાઠ ભણાવ્યો

બંનેને પોલીસ સ્ટેશન લઇ જવાયા
આરોપીઓ SHE ટીમના હાથે ઝડપાઇ જતાં પ્રથમ તો ગભરાઇ જ ગયા હતા અને બચાવો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલા પોલીસે બંનેને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જઇ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આ બંને શખ્સોની ઓળખ અનિલભાઇ લીલાધરભાઇ જીંગર (રહે. રાવપુરા સારદા ટોકિઝની ગલી, વડોદરા) અને જાફરઅલી ખાન (રહે. સયાજીંગજ સ્ટેશન પાસે, વડોદરા) તરીકે થઇ છે.

વડોદરામાં ગુરૂવારે પણ SHE ટીમે જાહેરમાં છેડતી કરતા 5 લોકોને પકડ્યા હતા
વડોદરામાં ગુરૂવારે પણ SHE ટીમે જાહેરમાં છેડતી કરતા 5 લોકોને પકડ્યા હતા
અન્ય સમાચારો પણ છે...