ક્રાઈમ:IPL મેચ પર સટ્ટો રમાડતા બે ઝડપાયા, એક વોન્ટેડ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુના નિવારણ શાખાની ટીમે સંગમ ચાર રસ્તા નજીક આવેલા કોમ્પલેક્સમાં દરોડો પાડી આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી સ્થળ પરથી રૂ. 1.18 લાખની મતા જપ્ત કરી હતી સંગમ ચાર રસ્તા પાસે આવેલા ગુંજન એપાર્ટમેન્ટ નીચે જાફર રંગવાલા નામનો શખ્સ હાલમાં ચાલી રહેલી આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ- કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યો છે.

જે બાતમીથી પોલીસે દરોડો પાડી પાણીગેટ મદાર માર્કેટ અમીર ચેમ્બર્સમાં રહેતા જાફર અબ્દુલ હુસેન રંગવાલા અને ગેંડીગેટ રોડ પર આવેલા સૈફી મોહલ્લામાં રહેતા અલીઅબ્બાસ ટેલરને ઝડપી પાડયા હતા. સ્થળ પર બે મોબાઇલ ફોન મળ્યા હતા. પોલીસે રૂ. 11,330 રોકડા, મોબાઈલ ફોન અને મોપેડ મળી કુલ રૂ.1,18,330ની મત્તા કબજે લીધી હતી. બંનેની પૂછપરછમાં કારેલીબાગના મચ્છીપીઠનો રજાક શેખ ક્રિકેટ સટ્ટાનું કટીંગ કરતો હોવાની જાણવા મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...