ગમખ્વાર અકસ્માત:મોપેડની ટક્કરથી બાઇક સવાર 2 ભાઈ ઘવાયા,એકનું મોત થયું

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નંદેશરી માં આવેલી કંપનીમાંથી ઘરે જઈ રહેલા બે ભાઇઓને નંદેશ્વરી જીઆઇડીસી માં અકસ્માત નડ્યો હતો પૂરઝડપે આવેલા એક મોપેડ ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક પર બેઠેલા બે ભાઇઓ પૈકી ના એકનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતોમૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં રહેતા ધનંજય રાજેન્દ્રસિંહ સિંગ ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં ભાડેથી રહે છે. તેઓ નંદેસરી જીઆઇડીસીમાં આવેલી દિપક નાઈટ્રેટ કંપનીમાં એજ્યુકેટીવ પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

જ્યારે તેમના કાકાનો પુત્ર હિમાંશુકુમાર રાજકુમાર સિંગ પણ તેમની સાથે રહી દિપક નાઈટ્રેટ કંપનીમાં આસીસ્ટંટ પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. શનિવારે તેઓ સવારે ફરજ પૂરી થતા ધનંજય અને હિમાંશુ બાઈક પર બેસી ગોરવા જવા નીકળ્યા હતા. તે સમયે નંદેશ્વરી જીઆઇડીસીમાં મેઇન રોડ પર સામેથી પુરઝડપે આવી રહેલી એક મોપેડ તેઓની બાઈક સાથે ભટકાઇ હતી. જેમાં ધનંજય અને હિમાંશુને ઇજાઓ પહોંચતા તેઓને નજીકના ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં હિમાંશુને મૃત જાહેર કરાયો હતો. જ્યારે ધનંજયને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...