તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણાંતિકા:હાલોલના તળાવમાં ડૂબવાથી બે સગા ભાઇના મોત, એક ભાઇને ડૂબતો બચાવવા જતાં બીજા ભાઇએ પણ જીવ ગુમાવ્યો, બે કિશોરનો બચાવ

વડોદરા20 દિવસ પહેલા
હાલોલ-અરાદ રોડ પર ફાંટા તળાવમાં ન્હાવા પડેલા બે સગા ભાઇઓના ડૂબી જવાથી મોત
  • હાલોલમાં બે સગા ભાઇના ડૂબી જતા મોત થતાં પરિવારમાં આક્રંદ

પંચમહાલ જિલ્લાના હાલોલ-અરાદ રોડ પર પાણીની ટાંકી પાસે આવેલા ફાંટા તળાવમાં ન્હાવા પડેલા બે સગા ભાઇઓના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે બે કિશોરને બચાવ થયો છે. જેને પગલે હાલોલ પંથકમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

એક ભાઇને ડૂબતો બચાવવા જતાં બીજા ભાઇએ પણ જીવ ગુમાવ્યો
હાલોલના મદારીવાસમાં રહેતા ચાર મિત્રો હેક મુકેશ વાઘેલા(ઉ.17), કાલુ મુકેશ વાઘેલા(ઉ.13), વિક્રમ વાઘેલા(ઉ.13) અને પંચોળ દેવીપૂજક(ઉ.15) ફાંટા તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા, જેમાંથી એક કાલુ મુકેશ વાઘેલા ડૂબવા લાગતા તેનો હેક મુકેશ વાઘેલા તેને બચાવવા જતાં તે પણ ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો અને બંને સગા ભાઇઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે વિક્રમ અને પંચોડનો બચાવ થયો હતો.

બે સગા ભાઇના ડૂબી જતા મોત થતાં પરિવારમાં આક્રંદ
બે સગા ભાઇના ડૂબી જતા મોત થતાં પરિવારમાં આક્રંદ

બંને ભાઇના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા
આ બનાવની જાણ થતાં હાલોલ ટાઉન પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલોલ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ફાંટા તળાવમાંથી બંને સગા ભાઇઓના મૃતદેહને જહેમત બાદ બહાર કાઢ્યા હતા અને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

હાલોલ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ફાંટા તળાવમાંથી બંને સગા ભાઇઓના મૃતદેહને જહેમત બાદ બહાર કાઢ્યા
હાલોલ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ફાંટા તળાવમાંથી બંને સગા ભાઇઓના મૃતદેહને જહેમત બાદ બહાર કાઢ્યા

મૃતક કિશોરોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની વ્યાપી ગઈ
ઘટનાના પગલે મૃતક કિશોરોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની વ્યાપી ગઈ હતી, જ્યારે બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ તળાવને વિવિધ યોજનાઓમાં આડેધડ રીતે ખોદી નાખવામાં આવ્યું છે, જેથી લોકોને ક્યાં ખાડો છે તેની ખબર ન પડતા ડૂબીને મોતને ભેટે છે.

બંને ભાઇના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા
બંને ભાઇના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
અન્ય સમાચારો પણ છે...